વેસું સ્થિત એલ. પી. સવાણી એકેડમીમાં ડ્રગ્સ એબ્યૂસ વિષય ઉપર સેમીનારનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓમાં ડ્ગ્સ અંગે જાગૃતિ આવે તથા ફાઇટ ફોર ડ્રગ્સની ઝૂંબેશમાં સક્રિય ભૂમિકા ભજવી શકે એ માટેની સમજણ અને માર્ગદર્શન ક્લિનીકલ હિપ્નોથેરાપીસ્ટ, સાયકોલોજીસ્ટ જ્યોતિ કુલકર્ણી અને નીતા છટાનીએ આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ડ્રગ્સ શું હોય છે. તેની લત કેવી રીતે લાગે છે. ડ્રગ્સ લેનારાઓ કેવી રીતે બીજાથી અલગ પડે છે. તેમના વાણી અને વર્તનમાં કેવા કેવા પ્રકારના બદલાવ આવે છે. કયા પ્રકારના શારીરિક ફેરફાર નોંધાય છે. સ્વભાવ કેવો થઇ જાય છે. ડ્રગ્સ લેનારાઓને કેવી રીતે ઓળખી શકાય વિગેરે મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

SAY NO TO DRUGD, YES TO LIFE એવા સ્લોગન સાથે યુથ નેશનના સહયોગથી યોજાયેલા સેમિનારમાં સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે ડ્રગ્સની લત અને તેના પરિણામો અંગે જાગૃત કરાયા હતાં, આ સાથે જ પોતાના સાથી વિદ્યાર્થી, સંબંધી કે મિત્ર જો ડ્રગ્સ લેતો હોવાની જાણ થાય તો શું કરવું એ અંગે પણ વિદ્યાર્થીઓને સૂચીત કર્યા હતાં. ડ્રગ્સની લત કે આદત છોડવામાં આપણે કંઇ રીતે મદદરૂપ બની શકીએ એનાથી પણ તેઓને માહિતીગાર કરાયા હતાં. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયેલી મુગેરકાયદેસર દવાઓનો ઉપયોગ અથવા પ્રિસ્ક્રિપ્શન અથવા ઓવર-ધ-કાઉન્ટર દવાઓનો ઉપયોગ તે હેતુઓ સિવાયના હેતુઓ માટે કે જેના માટે તેનો ઉપયોગ કરવાનો છે, અથવા વધુ પડતી માત્રામાં. ડ્રગનો દુરુપયોગ સામાજિક, શારીરિક, ભાવનાત્મક અને નોકરી સંબંધિત સમસ્યાઓ તરફ દોરી શકે છે.

ડો. નીતા ચટાણીએ કહ્યું હતું કે ડ્રગ્સ જુદા જુદા પ્રકારના હોય છે. જેમાં ઉત્તેજક (સિમ્યૂલન્ટ્સ), ઇન્હેલન્ટ્સ, કેનાબીનોઇડ્સ, ડિપ્રેસન્ટ્સ. ઓપિયોઇડ્સ, સ્ટેરોઇડ્સ, હેલુસિનોજેન્સ અને કેટલીક વખત પ્રિસ્ક્રિપ્શન મળતી દવાઓનો પણ ડ્રગ્સ તરીકે ઉપયોગ થાય છે. ડ્રગ્સની લત લાગવા માટેના જે મુખ્ય પરિબળો છે એ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે કોઇપણ પ્રકારનાં પ્રેશર, દબાણથી રાહત મેળવવાના આશયથી, પ્રતિકૂળ સંગોજોના કારણે અનુભવાતી હતાશામાંથી બહાર નીકળવાના ઇરાદે, કૂતૂહલવશ, દેખાદેખીમાં, એક્સપરીમેન્ટ માટે, માચો મેન જેવી ફિલીંગ, પોતે બહુ મેચ્યોર, મોટો કે મજબૂત છે એવું બતાવી દેવાના ચક્કરમાં ડ્ગ્સ લેવાની શરૂઆત થાય છે.

ડો. જ્યોતિ કુલકર્ણીએ ડ્રગ એબ્યૂઝ કોને કહેવાય એ સમજાવતાં જણાવ્યું હતું કે ડ્રગના દુરુપયોગનું ઉદાહરણ એ છે કે જ્યારે એક વ્યક્તિ જે ઊંઘની એક ગોળી લીધા પછી ઊંઘી શકતી નથી તે એક કલાક પછી બીજી ગોળી લે છે અને આશા રાખે છે કે “તે કામ કરશે.” જો કે, જ્યારે વ્યક્તિ તેના મૂડને મેનેજ કરવા અથવા “બઝ” મેળવવા માટે ઊંઘની ગોળીઓ લે છે ત્યારે તે ડ્રગનો દુરુપયોગ છે. અભ્યાસો દર્શાવે છે કે ડ્રગનો ઉપયોગ તમારા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ચિંતા ( એન્ઝાયટી), હતાશા ( ડિપ્રેશન) અને મનોવિકૃતિ (સાયકોસીસ)નું જોખમ વધારે છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોમાં ડ્રગના ઉપયોગની સમસ્યાઓનો દર પણ વધુ હોય છે.

ડ્રગ્સ માનસિક રીતે કેવી રીતે અસર કરી શકે છે? એ અંગે સમજાવતાં ડો. જ્યોતિએ કહ્યું કે ડ્રગ્સ જે તે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે તેવી વિવિધ રીતો છે. કેટલાક લોકો માટે, દવાઓ લેવાથી લાંબા ગાળાની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. કેનાબીસનો નિયમિત ઉપયોગ ચિંતા અથવા ડિપ્રેશનનું જોખમ વધારી શકે છે. કેનાબીસનો વધું અને લાંબા સમય સુધી ઉપયોગ કરનારાઓ સાયકોસિસ અથવા સ્કિઝોફ્રેનિયા નો શિકાર પણ બની શકે છે.