સુરત : મજૂરા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા અને ગૃહરાજ્યમંત્રીની જવાબદારી સંભાળી રહેલા હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અગ્રણી કાર્યકરો અને નગર સેવકો દ્વારા સમયાંતરે લોકપયોગી કેમ્પનું આયોજન કરાતું રહે છે. ખાસ કરીને વિવિધ સરકારી યોજનાઓનો વધુમાં વધુ લોકો લાભ લે એ માટે માર્ગદર્શન અને મદદ આ કેમ્પ થકી કરાતી આવી છે. જાહેર સમસ્યાઓ ઉકેલવા ખડે પગે રહેતાં સ્થાનિક નગર સેવકો દ્વારા કાર્યકરોને પ્રોત્સાહિત કરી આ કેમ્પના લાભાર્થીઓનો વ્યાપ વિસ્તારવામાં આવી રહ્યો છે. આવો જ એક કેમ્પ ઉમરા ગામમાં યોજાયો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ના માર્ગદર્શન હેઠળ મજુરા વિધાનસભા માં સમાવિષ્ટ વોર્ડ નંબર 21ના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ,અશોક રાંદેરિયા, સુમન ગડિયા, ડિમ્પલ કાપડિયા દ્વારા સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરા કોમ્યુનિટી હોલ ઉમરા ખાતે યોજવામાં આવેલા આ કેમ્પમાં વિવિધ સરકારી યોજનાઓ માં 495 લાભાર્થીઓ એ લાભ મેળવ્યો.. જેમાં આવક ના દાખલા, આયુષ્યમાન કાર્ડ, વિધવા પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ સહાય, રાશન કાર્ડ માં સુધારો જેવી અનેક યોજનાઓ નો લોકોએ લાભ મેળવ્યો..
સરકારી કચેરીઓમાં કામના ભારણ હેઠળ કર્મચારીઓ નિયત સમયમાં કામ પુરુ કરી શકતાં નથી. આ કારણોસર જ સરકાર દ્વારા ઘણી સેવા, સુવિધાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. જાણકારીનો અભાવ કે અન્ય કોઇપણ કારણસર જે વ્યક્તિઓઆ ઓનલાઇન સેવાનો લાભ સ્વતંત્ર રીતે લઇ શકતાં નથી, તેમને માટે આ કેમ્પ સહાયરુપ થતાં હોય છે.