કાશ્મીરને આતંકવાદીઓ, કટ્ટરવાદીઓ, અલગાવવાદીઓથી મુક્ત કરવા માટે ભાજપ સરકાર દ્વારા જે નક્કર પગલાં ભરવા આવ્યા એનાથી આ તવ્વો બોખલાઇ ગયા છે. પોતાનો ગરાસ લૂંટાતો જોઇ હતાશ થયેલા આ તત્વો દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યા કરાઇ રહી છે. મોટા આતંકી હુમલાઓ હવે ગજા બહારની વાત થતાં આતકીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગ નામે હત્યાનો સીલસીલો શરુ કરાયો છે. કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને કારણે હિન્દુઓમાં ભયનું વાતાવરણ છે. છેલ્લા એક મહિનામાં 9 લોકો ટાર્ગેટ કિલિંગનો શિકાર બન્યા છે. આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યો પછી, કાશ્મીરી પંડિતોએ આજથી ખીણમાંથી એક સાથે હિજરતની જાહેરાત કરી છે.
જણાવી દઈએ કે ગુરુવારે બેંક મેનેજર વિજય કુમારની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. આ બેઠકમાં કાશ્મીરી પંડિતોએ નિર્ણય લીધો છે કે ઘાટીમાંથી જે વિસ્તારોમાં કાશ્મીરી પંડિતો વિરોધ કરી રહ્યા હતા તે વિસ્તારોને તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે હવે કાશ્મીરમાં રહેતા લઘુમતીઓ પાસે હિજરત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. પંડિતોના આ નિર્ણયથી સરકાર ઉપર ભારે દબાણ ઉભું થયું છે.
ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ એક બેંક મેનેજર અને એક કર્મચારીની હત્યા કરી હતી. ગુરુવારે રાત્રે બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે મજૂરોને ગોળી મારી દીધી હતી. આ હુમલામાં એક મજૂરનું મોત થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અગાઉ દિવસે, આતંકવાદીઓએ ઘાટીમાં એક બેંક કર્મચારીની હત્યા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ મધ્ય કાશ્મીર જિલ્લાના ચદૂરા વિસ્તારમાં સ્થિત ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહેલા બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે આ ઘટના લગભગ રાત્રે 9.10 વાગ્યે બની હતી.
અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં દિલકુશ કુમાર અને ગુરી ઘાયલ થયા છે. ગુરીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે 17 વર્ષીય દિલકુશનું SMHS હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે દિલકુશ કુમાર બિહારનો રહેવાસી હતો. તેમણે કહ્યું કે પોલીસ વિસ્તારને કોર્ડન કરીને ઘટનામાં સામેલ આતંકવાદીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં બગડતી પરિસ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. શુક્રવારે ગૃહ પ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં NSA અજીત ડોભાલ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે અને એવી અપેક્ષા છે કે આ સમયગાળા દરમિયાન કોવિડ-19 રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષથી સ્થગિત કરવામાં આવી હતી અને આ વર્ષે યોજાઈ રહી છે. વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પણ લેવામાં આવશે.