Monday, March 20, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » સોવિયતનું 50 વર્ષ જૂનું અવકાશયાન પૃથ્વી પર અથડાઈ શકે છે, આ રાષ્ટ્રો પર તોળાઇ રહ્યું છે જોખમ…

સોવિયતનું 50 વર્ષ જૂનું અવકાશયાન પૃથ્વી પર અથડાઈ શકે છે, આ રાષ્ટ્રો પર તોળાઇ રહ્યું છે જોખમ…

by Admin
June 1, 2022
in આંતરરાષ્ટ્રિય
Reading Time: 1min read
A A
સોવિયતનું 50 વર્ષ જૂનું અવકાશયાન પૃથ્વી પર અથડાઈ શકે છે, આ રાષ્ટ્રો પર તોળાઇ રહ્યું છે જોખમ…
8
SHARES
Share on FacebookShare on Twitter

હૈદરાબાદ : અવકાશમાં કુદરતી તારા ઉપરાંત પૃથ્વી ઉપરથી મોકલાયેલા ગ્રહોની ગતિવિધી નોંધપાત્ર રહે છે. પૃથ્વી ઉપરથી છોડવામાં આવેલા ગ્રહોની કાર્યક્ષમતાં કહો કે અવધિ નિશ્ચિત હોય છે. આ સમયાવધિ બાદ તે બિનકાર્યક્ષમ બની નષ્ટ થઇ જતાં હોય છે. આ રીતે જ સોવિયત સંઘનું 50 વર્ષ જૂનું અવકાશયાન વીનસ હવે ચહલપહલ મચાવી રહ્યું છે. એક એન્જિન ફેઈલ થઈ જવાથી તે પોતાના નિર્ધારીત સ્થાન સુધી પહોંચવાના બદલે પૃથ્વીના આવરણની આસપાસ ફસાયું હોવાનું કહેવાય છે. આ પોઈન્ટ પર તે પૃથ્વી બાજું આગળ વધ્યું તો દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે. અવકાશ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે, ચાર વર્ષ બાદ આપણા વાયુમંડળમાં બીજી તે એની એન્ટ્રી થઈ શકે એમ છે.

મળતી માહિતી અનુસાર તારીખ 27 માર્ચ 1972માં સોવિયત સંઘે પૃથ્વીથી નજીક પાડોશી દેશની શોધખોળ કરવા વેનેરા-8 અવકાશમાં રવાના કર્યું હતું. આ સિવાય તારીખ 31 માર્ચના રોજ કોસમોસ 482 નામનું એક અવકાશયાન પણ રવાના કરાયું હતું. 117 દિવસની યાત્રા બાદ વેનેરા 8 સફળતાપૂર્વક શુક્ર પર લેન્ડ થયું હતું. જેના કેટલાક ડેટા અને સિગ્નલ પૃથ્વી પર મોકલાયા હતા. શુક્ર ગ્રહ પર કઠોર સપાટીને કારણે તે કલાક કરતા પણ વધારે સમય સુધી સક્રિય રહ્યું. શુક્ર પર 50.11 મિનિટ દરમિયાન, વેનેરા 8 એ ગ્રહ પર સપાટી પર ત્રણ રેડિયો એક્ટિવ ફ્રિકવન્સી પણ તપાસી હતી. બીજી બાજુ કોસમોસ 482 પૃથ્વીની કક્ષામાંથી પસાર થવા માટે નિષ્ફળ રહ્યું હતું. જે પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા હોવાનું માનવું છે.

છેલ્લા 50 વર્ષમાં 7000 કિમી કરતા પણ વધારે નજીકની ભ્રમણકક્ષા સુધી આવી પહોંચ્યું છે. હવે તે ગમે ત્યારે પૃથ્વીને અથડાય: આ કારણે તે ગમે ત્યારે પૃથ્વીને ટક્કર મારી શકે છે. કોસમોસ 482 મોલનિયા બુસ્ટર તરફથી લૉન્ચ કરાયું હતું. જે રોકેટ પૃથ્વની કક્ષા પાર કરવા અને શુક્ર સુધી પહોંચવા ખાસ ડીઝાઈનથી તૈયાર કરાયું હતું. પછી તે અવકાશ યાનની કક્ષામાં અટવાઈ ગયું હતું. બુસ્ટરનો ઉપરનો ભાગ ટાઈમરને કારણે પહેલા જ બંધ થઈ ગયો હતો. એન્જિન બંધ થઈ જતા અવકાશ યાન બે ભાગમાં વર્ગીકૃત થયું. તારીખ 1 મે 2022 સુધીમાં તે 198 x1957 કિમી સુધી નજીકની કક્ષા સુધી આવે એવા એંધાણ છે.

અવકાશયાન નિષ્ણાંત મેક્રો લૈંગબ્રોકના એક રીપોર્ટ અનુસાર કોસમોસ 482 વર્ષ 2024 અને 2027 વચ્ચે પૃથ્વીના આવરણમાં આવી શકે છે. જોકે, ખગોળવિદ અને અવકાશ યાત્રી તથા ઈતિહાસકાર પાવેલ શુબિન કહે છે કે, આ અંગે ટૂંક સમયમાં તપાસ શરૂ થશે. જેમાંથી ખ્યાલ આવશે કે, તે ખરેખર પૃથ્વીના આવરણમાં આવે છે કે નહીં. વર્ષ 2023 અને 2025 વચ્ચેના સમયગાળાને આ માટે અનુમાનિત માની શકાય છે. જો પૃથ્વી સાથે અથડાય તો એકાએક ગરમી વધી શકે છે. કેટલીક વસ્તુઓ જ પૃથ્વીના વાતાવરણનો સામનો કરી શકે છે.

જાણકારોના મતાનુસાર આ અવકાશયાન જમીન અથવા સમુદ્રમાં તે દુર્ઘટના ગ્રસ્ત થઈ શકે છે. કોસમોસ 482ને અવકાશમાં તે શુક્રના વાતાવરણ સાથે અનુરૂપ થઈ કામ કરી શકે એ માટે ખાસ હેતુથી તૈયાર કરાયું હતું. આ માટે ખાસ ઔદ્યોગિક સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. એટલે એવી સંભાવના પ્રબળ છે કે, તે પૃથ્વીના આવરણમાં આવી નહીં શકે. ગતિને અંકુશમાં લાવવા માટે તથા શુક્રની સપાટી પર લેન્ડ કરવા માટે એક પેરાશુટ સિસ્ટમ તૈયાર કરાઈ હતી. એવી શક્યતા ઓછી છે કે, 50 વર્ષ બાદ આ પેરાશુટ સિસ્ટમ કામ કરે. જ્યાં પણ થશે તો ક્રેશ લેન્ડિગ થશે. પૃથ્વીના આવરણમાં આવ્યું તો દક્ષિણ અને મધ્ય યુરોપ તથા એશિયાની સાથે અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં અસર પહોંચી શકે. નિષ્ણાંતો અનુમાન છે કે, જમીન કરતા તે સમુદ્રમાં ખાબકશે.

Share3Tweet2Send
Previous Post

ઓનલાઇન પ્લેટફોર્મ પર સામાન વેચતા લાખો નાના વેપારીઓને રાહત મળશે, જાણો

Next Post

હોસ્પિટલના શૌચાલયમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ.!! સુરત નવી સિવિલના બનાવે મચાવી ચકચાર…

Related Posts

4,000ના મોત.. 25,000થી વધુ ઘાયલ.. 5,600 ઈમારતો ધ્વસ્ત..!! ભૂકંપ બાદ લોકોના આક્રંદથી ધ્રૂજી રહ્યું છે તુર્કી અને સીરિયા.. આ છે તબાહીનાં દ્રશ્યો…
આંતરરાષ્ટ્રિય

4,000ના મોત.. 25,000થી વધુ ઘાયલ.. 5,600 ઈમારતો ધ્વસ્ત..!! ભૂકંપ બાદ લોકોના આક્રંદથી ધ્રૂજી રહ્યું છે તુર્કી અને સીરિયા.. આ છે તબાહીનાં દ્રશ્યો…

February 7, 2023
138 સટ્ટાબાજ અને 94 લોન એપ પર પ્રતિબંધ..!! ચાઈનીઝ એપ પર ભારત સરકાર દ્વારા મોટી કાર્યવાહી…
આંતરરાષ્ટ્રિય

138 સટ્ટાબાજ અને 94 લોન એપ પર પ્રતિબંધ..!! ચાઈનીઝ એપ પર ભારત સરકાર દ્વારા મોટી કાર્યવાહી…

February 6, 2023
સોમાલિયામાં  અમેરિકાની  Air Strike..!!  આતંકી સંગઠન  અલ-શબાબના  30 લડવૈયા ઠાર…
આંતરરાષ્ટ્રિય

સોમાલિયામાં અમેરિકાની Air Strike..!! આતંકી સંગઠન અલ-શબાબના 30 લડવૈયા ઠાર…

January 22, 2023
ભારત દોડી રહ્યું છે દુનિયાને બદલવા તરફ.. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે…
આંતરરાષ્ટ્રિય

ભારત દોડી રહ્યું છે દુનિયાને બદલવા તરફ.. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે…

January 16, 2023
કેનેડામાં સ્થાયી થવા માંગતા ભારતીયોને મોટો ઝટકો, હવે પ્રોપર્ટી નહીં ખરીદી શકે, જાણો નવો કાયદો…
આંતરરાષ્ટ્રિય

કેનેડામાં સ્થાયી થવા માંગતા ભારતીયોને મોટો ઝટકો, હવે પ્રોપર્ટી નહીં ખરીદી શકે, જાણો નવો કાયદો…

January 3, 2023
PM મોદીની જાળમાં આબાદ ફસાયું ચીન અને પાકિસ્તાન..!! જાણો ભારત પાસેના પાવરની સમગ્ર કૂટનિતી…
આંતરરાષ્ટ્રિય

PM મોદીની જાળમાં આબાદ ફસાયું ચીન અને પાકિસ્તાન..!! જાણો ભારત પાસેના પાવરની સમગ્ર કૂટનિતી…

December 28, 2022
Next Post
હોસ્પિટલના શૌચાલયમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ.!! સુરત નવી સિવિલના બનાવે મચાવી ચકચાર…

હોસ્પિટલના શૌચાલયમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ.!! સુરત નવી સિવિલના બનાવે મચાવી ચકચાર…

કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

March 16, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी