અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 વાગતા પહેલા જ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ મૂકાઈ ગયુ છે, વિદ્યાર્થીઓ હવે આ પરિણામ જોઈ શકશે. તમામ વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ મેળવી શકશે. પરિણામ આવતા જ સારા ગ્રેડ આવનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પરિણામમાં નવાઈની વાત તો એ છે, આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાએ 100 ટકા પરિણામ મેળવીને સફળતા હાંસિલ કરી છે. તો શિક્ષણનગરી ગણાતા વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યુ છે.
સોથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – ડાંગ (95.41%)
સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો – વડોદરા (76.49%)
સૌથી ઓછુ પરિઆમ ધરાવતુ કેન્દ્ર – ડભોઈ (56.43%)
સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર – સુબીર, છાપી, અલારસા (100% પરિણામ)
વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની પ્રિન્ટ પણ કાઢી શકાશે. ફિઝીકલ માર્કશીટ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી આપવામાં આવશે. રાજ્યભરમાંથી અંદાજે 4 લાખ 22 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી છે. ગત વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાવવામાં આવ્યું હતું. તેના આગામી વર્ષ 2020 માં 76.29 ટકા પરિણામ જાહેર થયું હતું.
ઉલ્લેખનીય છે કે, પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને પરિણામ જાહેર થવાની જાહેરાત કરી હતી. ધોરણ 10 બોર્ડનું પરિણામ 6 જૂનના રોજ જાહેર થશે.