Tuesday, March 28, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » વિદ્યાર્થીઓ, કરોડોના ઈનામો જીતવા થઈ જાવ તૈયાર.. સરકાર શરૂ કરી રહી છે ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’

વિદ્યાર્થીઓ, કરોડોના ઈનામો જીતવા થઈ જાવ તૈયાર.. સરકાર શરૂ કરી રહી છે ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’

by Admin
July 6, 2022
in શિક્ષણ/સમાજ
Reading Time: 1min read
A A
વિદ્યાર્થીઓ, કરોડોના ઈનામો જીતવા થઈ જાવ તૈયાર.. સરકાર શરૂ કરી રહી છે ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’
8
SHARES
Share on FacebookShare on Twitter

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, રાજ્યના ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશન ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા.૭મી જુલાઇના રોજ દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાયન્સ સીટી, અમદાવાદ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવશે.

મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષા એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદાવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ દરરોજ યોજાશે અને ૧૫ અઠવાડિયા સુધી સતત ચાલશે.

આ ક્વિઝમાં વિધ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે જેને અલગ સ્વરૂપે પ્રોત્સાહિત કરાશે. ક્વિઝમાં પ્રતિ અઠવાડીયે ૨૫૨ તાલુકા-નગરપાલિકા, ૧૭૦ વોર્ડનાં વિજેતા ઉમેદવારોને રૂ.૧.૬૦ કરોડના ઈનામો મળી કુલ ૧૫ અઠવાડીયાના આશરે રૂ. ૨૫ કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યુ કે, ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’માં અંદાજે ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ ક્વિઝ્મા ભાગ લઇ શકે તે મુજબનુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ, દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે.

મંત્રીએ કહ્યુ કે, આ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે. તે માટે પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ક્વિઝ અઠવાડીયામા દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે.

દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ક્વીઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

મંત્રીએ કહ્યુ કે, જીલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન જીલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો ભાગ લેવા માટે લાયક ઠરશે. રાજ્ય કક્ષાની સ્પર્ધા ઓફલાઈન મોડમા ક્વિઝ માસ્ટર સાથે શાનદાર અને ધમાકેદાર રીતે આયોજીત થશે. આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે. વિધ્યાર્થીઓને સાયન્સ સિટીની ટૂર તથા વિજેતા વિદ્યાર્થીઓને નામાંકિત સ્થળોની સ્ટડી ટુર કરાવવામાં આવશે. તે ઉપરાંત તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

Share3Tweet2Send
Previous Post

મુંબઈમાં 36 કલાકમાં વરસ્યો 200 મીમી વરસાદ, પાલઘર અને રાયગઢ માટે રેડ એલર્ટ જારી…

Next Post

નાસિકમાં મુસ્લિમ ધર્મ ગુરૂની માથામાં ગોળી મારીને હત્યા, હત્યારાઓ કાર લઈને થયા ફરાર…

Related Posts

બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીને ટ્રાફિક અવરોધે તો 74340 95555 ઉપર કોલ કરજો, પોલીસ દ્વારા ગોઠવાઇ વિશેષ વ્યવસ્થા…
શિક્ષણ/સમાજ

બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીને ટ્રાફિક અવરોધે તો 74340 95555 ઉપર કોલ કરજો, પોલીસ દ્વારા ગોઠવાઇ વિશેષ વ્યવસ્થા…

March 12, 2023
સુરતની એમટીબી કોલેજમાં વિસ્તરી મનો વિજ્ઞાનની ક્ષિતિજો..!! વ્યાખ્યાન માળામાં તજજ્ઞોએ પીરસ્યું અનુભવનું ભાથુ, વિદ્યાર્થીઓએ સંતોષી જ્ઞાનની ભૂખ…
શિક્ષણ/સમાજ

સુરતની એમટીબી કોલેજમાં વિસ્તરી મનો વિજ્ઞાનની ક્ષિતિજો..!! વ્યાખ્યાન માળામાં તજજ્ઞોએ પીરસ્યું અનુભવનું ભાથુ, વિદ્યાર્થીઓએ સંતોષી જ્ઞાનની ભૂખ…

February 18, 2023
બોર્ડની પરીક્ષા પહેલા બાળકોને આપો આ ખોરાક.. તન-મન રહેશે દુરસ્ત, સ્ફૂર્તિ સાથે વધશે યાદશક્તિ વધારવામાં મળશે મદદ…!!
શિક્ષણ/સમાજ

બોર્ડની પરીક્ષા પહેલા બાળકોને આપો આ ખોરાક.. તન-મન રહેશે દુરસ્ત, સ્ફૂર્તિ સાથે વધશે યાદશક્તિ વધારવામાં મળશે મદદ…!!

January 30, 2023
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવી હતી “સેવાનિષ્ઠા” !!  સ્વયંસેવકોની સેવાભાવનાના પ્રેરણાદાયી પ્રસંગો…
શિક્ષણ/સમાજ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવી હતી “સેવાનિષ્ઠા” !! સ્વયંસેવકોની સેવાભાવનાના પ્રેરણાદાયી પ્રસંગો…

January 15, 2023
લેઉઆ પટેલ કારખાનેદારે લીવર અને આંખોનું દાન કરી ત્રણ વ્યક્તિને નવજીવન બક્ષ્યું…
શિક્ષણ/સમાજ

લેઉઆ પટેલ કારખાનેદારે લીવર અને આંખોનું દાન કરી ત્રણ વ્યક્તિને નવજીવન બક્ષ્યું…

January 7, 2023
સુરતના રીક્ષા ડ્રાઇવરનો દિકરો શશાંક બન્યો દેશનો સૌથી યુવા CA, CMA અને CS…
શિક્ષણ/સમાજ

સુરતના રીક્ષા ડ્રાઇવરનો દિકરો શશાંક બન્યો દેશનો સૌથી યુવા CA, CMA અને CS…

September 29, 2022
Next Post
નાસિકમાં મુસ્લિમ ધર્મ ગુરૂની માથામાં ગોળી મારીને હત્યા, હત્યારાઓ કાર લઈને થયા ફરાર…

નાસિકમાં મુસ્લિમ ધર્મ ગુરૂની માથામાં ગોળી મારીને હત્યા, હત્યારાઓ કાર લઈને થયા ફરાર…

નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

March 28, 2023
અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी