જ્યોતિષ શાસ્ત્ર ગ્રહો નક્ષત્રોની ચાલને આધારિત છે. તેમની દશા અને દિશા જે તે રાશિના જાતકોને અસરકર્તા જોવા મળે છે. ગ્રહોના સંયોગથી રાશિચક્ર પર ઘણી અસર પડે છે. જુલાઈ 2022 માં ગ્રહોની સ્થિતિ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ સમયે શુક્રની રાશી વૃષભમાં છે જેથી બુધ-શુક્રનો સંયોગ બની રહ્યો છે. તે જ સમયે, 30 વર્ષ પછી, ન્યાયના દેવતા શનિ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે. શનિ અને બુધ-શુક્રની આ સ્થિતિ 4 રાશિઓમાં શશા, માલવ્ય જેવા રાજયોગ બનાવી રહી છે. આ યોગો આ રાશિના જાતકોનું ભાગ્ય બદલી નાખશે. આવો જાણીએ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.

વૃષભ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો માટે રાજયોગ બની રહ્યો છે, જે તેમના કરિયરની દિશા બદલી શકે છે. તેમને મોટી પોસ્ટ મળી શકે છે. તેમને મોટા પગાર અને પદ સાથે નવી નોકરીની ઓફર મળી શકે છે. આ સાથે આ સમય વૃષભ રાશિના લોકોના માન-પ્રતિષ્ઠામાં પણ વધારો કરશે. પરિવાર-મિત્રોના સાથ સહકારથી બધા કાર્યો પાર પડે.
સિંહ : બુધ-શુક્રની સ્થિતિ, શનિ સિંહ રાશિમાં 2 રાજયોગ બનાવી રહ્યા છે. આ રાશિના જાતકોને અચાનક ઘણું ધન પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો ભાગીદારીમાં વેપાર શરૂ કરવા માગે છે તેમને સારો લાભ થશે. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. સંપત્તિના મામલામાં તમારો વિજય થઈ શકે છે. ઘણાં સમયથી ગૂંચવાયેલી બાબતોમાં માર્ગ નીકળે સુખદ સમાધાન થાય.
વૃશ્ચિક : ગ્રહોની સ્થિતિ વૃશ્ચિક રાશિના લોકોના કરિયર અને આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર લાવશે. તેમને નવી નોકરી, પગાર વધારો મળી શકે છે. જે લોકો લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા તેમને મોટો ફાયદો થશે. નવું ઘર-કાર ખરીદી શકો છો.
કુંભ: કુંભ રાશિમાં રાજયોગ બનતા આ રાશિના લોકોનું જીવન શુખ સુવિદ્યાથી ભરપૂર થઈ જશે,,, તેઓ વૈભવી જીવનનો આનંદ માણશે. આ રાશિના જાતકો ઘર કે કાર ખરીદી શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે અથવા આ રાશિના જાતકો પ્રવાસ પર પણ જઈ શકો છો. નવા માર્ગે આવક થશે. કાર્યોમાં ભાગ્ય તમારો સાથ આપશે