સોશિયલ મીડિયામાં અવાર નવાર રમૂજી વીડિયો વાઇરલ થતાં રહે છે. કેટલાક વીડિયો એવા હોય છે કે જે જોઇ ગર્વ પણ થાય. હાલ વાઘનો એક સુંદર વીડિયો વાયરલ થયો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ અદભૂત નજારો મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બ્રહ્માપુરી શહેરના માત્ર 4 કિલોમીટર દૂર જોવા મળ્યો. ખરેખર અહીં એક વાઘ જ્યારે રસ્તો પાર કરવા માટે હાઈવેના કિનારે આવીને ઉભો થયો તો સ્થાનિકોએ સમજદારીપૂર્વક કામ હાથમાં લીધુ. એક બાઈકસવારની મૂર્ખતાને છોડીને બાકી બધા સ્થાનિકોએ વાઘથી થોડૂ દૂર રહેવાનુ યોગ્ય માન્યુ હતુ. વાઘ રસ્તાની બીજી બાજુ ના પહોંચી ગયો ત્યાં સુધી સ્થાનિકો પોતાના સ્થાને યથાવત રહ્યાં. અમુક યુઝર્સ બોલી રહ્યાં છે કે વાઘ માણસની જેમ રસ્તો પાર કરે છે.

આ વીડિયો ટ્વિટર એકાઉન્ટ @sdjoshi55 પરથી 7 જુલાઈએ શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં જણાવ્યું, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બ્રહ્માપુરી શહેરમાંથી અંદાજે 4 કિલોમીટર દૂર એક વાઘ દેખાયો. આ ઘટના 6 જુલાઈએ સાંજે છ વાગ્યે ઘટી. આ ટ્વિટને અત્યાર સુધી 6 હજારથી વધુ લાઈક્સ અને આશરે એક હજાર રીટ્વિટસ મળ્યાં છે. તો વીડિયોને 2 લાખ 20 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ 29 સેકન્ડના વીડિયોમાં આપણે જોઇ શકીએ છીએ કે એક વાઘ જંગલમાંથી નિકળીને હાઈવે કિનારે આવે છે અને રસ્તો ક્રોસ કરતા પહેલા બંનેજ બાજુ જોવે છે. બંને તરફ સ્થાનિકોની ભીડ જમા થાય છે. વાઘ રસ્તો પાર કરીને બીજી બાજુ ના જાય ત્યાં સુધી સ્થાનિકો શાંતિથી ઉભા રહે છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં અવાર નવાર સિંહના આવા દ્રશ્યો જોવા મળે છે. સાસણગીર અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ હરતાં ફરતાં દેખાય છે. ખેતી-વાડીમાં જ નહીં ઘરની ઓસરી સુધી પહોંચી જતાં સિંહોની સ્થાનિક રહેવાસીઓ કાળજી લેતા હોય છે.