સુપ્રીમ કોર્ટે ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને મોટી રાહત આપી છે. કોર્ટે ઝુબેર વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોમાં વચગાળાના જામીન મંજૂર કર્યા છે. એટલું જ નહીં, કોર્ટે ધરપકડના આદેશ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
મોહમ્મદ ઝુબૈરે યુપી પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તમામ એફઆઈઆરને રદ કરવાની માંગ કરી છે. સાથે જ જ્યાં સુધી આ અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાના જામીનની પણ માંગ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ઝુબેરને જામીન આપતાં કહ્યું કે, ધરપકડની શક્તિનો ઉપયોગ સંયમથી થવો જોઈએ. કોર્ટે કહ્યું, ઝુબૈરને અનિશ્ચિત સમય માટે કસ્ટડીમાં ન રાખી શકાય.
સુપ્રિમ કોર્ટે ઝુબૈર સામે નોંધાયેલા તમામ કેસોને એક સાથે જોડી દીધા. હવે આ કેસમાં એક જ તપાસ એજન્સી તપાસ કરશે. કોર્ટે ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી 6 FIR દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કરી છે. આ કેસમાં તપાસ માટે રચાયેલી યુપીની એસઆઈટીને પણ વિખેરી નાખવામાં આવી છે. જોકે સુપ્રીમ કોર્ટે આ કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.
આ પહેલા ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ઝુબૈર ભડકાઉ ટ્વિટના બદલામાં પૈસા મેળવતો હતો. પોસ્ટ કે ટ્વીટ જેટલી ઉશ્કેરણીજનક હતી તેટલા વધુ પૈસા મળ્યા. વાસ્તવમાં, મોહમ્મદ ઝુબૈરે યુપી પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તમામ એફઆઈઆરને રદ કરવાની માંગ કરી છે. સાથે જ જ્યાં સુધી આ અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાના જામીનની પણ માંગ કરવામાં આવી છે.
અગાઉ સુનાવણી દરમિયાન, ઝુબૈર વતી વૃંદા ગ્રોવરે કહ્યું હતું કે, ઝુબૈર વિરુદ્ધ નવી એફઆઈઆર નોંધવામાં આવી છે અને એક હાથરસ કેસ સિવાયના તમામ કેસોમાં ટ્વીટ એકમાત્ર વિષય છે. તેમણે કહ્યું કે, તમામ મામલામાં એક ટ્વીટ તપાસનો વિષય રહે છે. જ્યારે અગાઉ 2018ના ટ્વીટને લઈને દિલ્હીમાં એફઆઈઆર થઈ હતી. જેમાં ઝુબેરને જામીન પણ મળી ગયા છે. પરંતુ દિલ્હી પોલીસે તપાસનો વ્યાપ વધારીને લેપટોપ જપ્ત કરી લીધું હતું.