મહંમહ પયંગર અંગે કથિત આપત્તી જનક ટીપ્પણી કરનાર ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માની એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમના જસ્ટિસ જે. બી પારડીવાલાએ કડક ટીપ્પણી કરી હતી. હત્યાનો સીલસીલો અને દેશમાં મોહાલ બગાડવા માટે આવી ઓન કેમેરા કરાતી આવી ટીપ્પણી કારણભૂત હોવા સબિતની વાતો તેમણે કરી હતી. પારડીવાલા આ કડક શબ્દો ઘણાંને રાસ આવ્યા ન હતાં. સોશિયલ મીડિયામાં તેઓને ટ્રોલ કરાયા હતાં. આ બાબતને ગંભીર ગણાવતાં પારડીવાલાએ સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે કોર્ટની ટીકા સ્વીકાર્ય છે પરંતુ જજો પર અંગત હુમલા જરા પણ યોગ્ય નથી.
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની અરજીને ફગાવી દેનાર સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જેબી પારડીવાલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, જ્યારે કોઈ કેસને લઈને જજ પર વ્યક્તિગત રીતે હુમલો કરવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ભયાનક દૃશ્ય સર્જે છે. આ કારણે જજોએ વિચારવું પડે છે કે મીડિયા શું વિચારશે, જ્યારે ન્યાય શું વિચારે છે તે વધુ મહત્વનું છે.
જસ્ટિસ પારડીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા બંધારણ હેઠળ કાયદાનું શાસન જાળવી રાખવા માટે દેશભરમાં ડિજિટલ અને સોશિયલ મીડિયાનું નિયમન કરવાની જરૂર છે. ન્યાયાધીશો પર તેમના નિર્ણયો માટેના હુમલાઓ એક ખતરનાક દૃશ્ય તરફ દોરી રહ્યા છે જ્યાં કાયદો ખરેખર શું કહે છે તેના કરતા જજોએ મીડિયા શું કહે છે તે વિચારવું પડતું હોય છે.
પારડીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં સોશિયલ મીડિયા સંપૂર્ણ ન્યાયિક અને બંધારણીય મુદ્દાઓનું રાજકારણ કરે છે. ભારતીય લોકશાહીમાં કાયદાનું શાસન વિશેષ સ્થાન ધરાવે છે. તે જ સમયે, લોકોનો અભિપ્રાય આ કાનૂની શાસનને આધિન છે. અમે અધિકારોના રક્ષક છીએ અને અમારે લોકોને જણાવવું પડશે કે તેમને શું નથી ગમતું. કોર્ટના નિર્ણયો પર સામાન્ય લોકોના અભિપ્રાયની અસર પ્રતિબિંબિત કરી શકાતી નથી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમના જસ્ટિસ પારડીવાલાએ ભાજપના પૂર્વ નેતાને દેશની હાલની ખરાબ સ્થિતિને લઈને જવાબદાર ઠેરવ્યાં હતા અને તેમણે કહ્યું હતું કે નુપૂર શર્માએ ટેલિવિઝન પર આવીને દેશની માફી માગવી જોઈએ. દેશમાં આજે જે પણ થઈ રહ્યું છે તેને માટે એકમાત્ર નુપૂર શર્મા જવાબદાર છે.