અલથાણ, સોહમ સર્કલ પાસે આવેલા સુમન આવાસની આજે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ મૂલાકાત લીધી હતી. અહીં પાર્કીંગની ગેરવ્યવસ્થા, ગાર્ડનની ખરાબ સ્થિતિ તથા ગંદકી જોઈ સંઘવી વીફર્યા હતાં. તેમણે અધિકારીઓને તતડાવી તાત્કાલિક કામગીરીનો આદેશ આપ્યો હતો. સંઘવીએ અહીં સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત પણ કરી હતી.
સંઘવી સાથે ખૂલીને વાત કરતાં મહિલાઓએ તેમની સમસ્યા પણ જણાવી હતી. આવાસમાં માવાની પિચકારી ઓ અંગે મહિલાઓએ ફરિયાદ કરી હતી. જે અંગે સંઘવીએ મહિલાઓ ને કીધું હાથમાં લાકડી લઈ ને બેસો કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં..
મહિલાઓ એ હર્ષ સંઘવી ને આવાસ ના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ કરતા હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે અશ્વાસ આપતા કહ્યું કે કોઈ તમને હેરાન કરે તો પોલીસ ફરિયાદ કરો.. આવાસમાં ગાર્ડન ની જગ્યાએ લોકો વાહનો પાર્ક કરાતા પણ હર્ષ સંઘવીએ વિફર્યા. હતાં. તેમણે રહેવાસીઓને તેમની જવાબદારીનું ભાવ પણ કપાવ્યું હતું. સાથે જ ગાર્ડન ને વ્યવસ્થિત બનાવવા 5 લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ડ ફાળવી આપતાં લોકોને ખુશી વ્યક્ત કરી હતી.