સુરત, 6 જુલાઈ…
આજે સૂર્યપુત્રી તાપીના જન્મદિવસ નિમિતેમાં તાપીના પૂજા અર્ચનના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુરૂક્ષેત્ર જીર્ણનોધ્ધાર સમિતિ દ્વારા આજે તાપી મૈયાને 851 મીટરની ચુંદડી અર્પણ કરાઈ હતી. સુરતના કોટિયાકનગરમાં ચાલી રહેલી 825મી શ્રી રામ કથાને અનુલક્ષીને આજે 851મી. લાંબી ચુંદડી કુરુક્ષેત્રના સૂર્યઘાટ પર અર્પણ કરાઈ હતી. સૂર્યપુત્રી તાપીનું પોતાનું એક અલગ મહત્વ છે. ગંગા સ્નાન કરવાથી પાવન કરે છે. યમુના આચમન કરવાથી પાવન કરે છે, નર્મદા દર્શન કરવાથી પાવન કરે છે જ્યારે તાપી સ્મરણ માત્રથી પાવન કરે છે. સૂર્યપુત્રી તાપી માતા જગતનું કલ્યાણ કરનારી છે. આજે યોજાયેલ કાર્યક્રમ માં તાપી મૈયાના જયજયકારથી કિનારાનું સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.

૪૩૬ માઇલ લાંબી તાપી નદીમાં નાની મોટી નવ નદીઓ ભળે છે ૧૦૦૦ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં મા તાપી પ્રગટ થયાં હતા. અષાઢ સુદ સાતમ એટલે તાપી માતાનો પ્રાગટય દિવસ. ભારતીય ગ્રંથો અને મહાપુરાણોમાં તાપી નદીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ૧૦૦૦ વર્ષ પહેલાં સૂર્ય પુત્રી તાપી માતા પ્રગટ થયાં હતાં અને ત્યાર પછી ગંગા, સરયુ, નર્મદા, ભાષા, સાબરમતી નદીઓ અસ્તિત્વમાં આવી.
મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમે તાપી માતા પ્રગટ થયાં હતાં. તાપી નદીનાં મૂળ પાસે ધાર, નસીરાબાદ, મેળઘાટ, અમલનેર, બુરહાનપુર, જૈનાબાદ, નાચનખેડા અને ભુસાવળ વગેરે ગામો આવેલાં છે. તાપી નદીનાં મૂળ આગળ ડાબી બાજુ પર દીવાળ, ખોખરી, મોટી ઉતાવળી, મોહના તથા જમણી બાજુએ નાની ઉતાવળી, બોરી, પાંઝરા, ગિરણા અને પૂર્ણા નદીઓ મળેલી છે. જ્યારે તાપી નદી સુરત નજીક સચીનના ડુમસ ગામ આગળ અરબી સમુદ્રને મળે છે. તાપી નદીની લંબાઇ ૪૩૬ માઇલની છે.

તાપી નદીના બંને કિનારે ૧૦૮ જેટલા તીર્થો આવેલાં છે. તાપી મહાત્મ્યના ૪૧મા અધ્યાય અનુસાર મહર્ષિ નારદજીએ ભગવાન શંકરની આજ્ઞાાથી તાપીનું માહાત્મ્ય હરી લીધું હતું ત્યાર પછી તાપી અસ્તવ્યસ્ત દશામાં જ રહી છે. જંગલ-ડુંગરો ખડક પરથી ૭૦ કિ.મી. ગુજરાતના અન્ય પ્રદેશમાં વહી રાજપીપળાના ડુંગરા પસાર કરી સુરત જિલ્લાના પીપરિયા ગામથી આગળ થઇ સુરત શહેર નજીક મહાપુરુષ દુર્વાસા મુનિશ્વરની તપોભૂમિ ડુમસના અરબી સમુદ્રમાં તાપીનું સંગમ સ્થાન છે.
**તાપી માતાનાં ૨૧ નામ
(૧) સત્યા (૨) સત્યોદ્ભવા (૩) શ્યામા (૪) કપિલા (૫) તાપી (૬) નાસત્યા (૭) સાવિત્રી (૮) કપિલાંબિકા (૯) તપનહ્દા (૧૦) નાસિકોદ્ભવા (૧૧) સહસ્ત્રધારા (૧૨) સનકા (૧૩) અમૃતાસ્યનંદિની (૧૪) સૂક્ષ્મતરમાણી (૧૫) સૂક્ષ્મા (૧૬) સર્પા (૧૭) સર્પ વિહાપહા(૧૮) તિગ્મા (૧૯) તિગ્મસ્યા (૨૦) તારા (૨૧) તામ્રા.
**તાપી માતાના ૨૧ કલ્પો
(૧) પદ્ય (૨) પુષ્કર (૩) શૌર (૪) સાંભવ (૫) ચાંદ્ર (૬) કાશ્યપેચ (૭) ઉપેન્દ્ર (૮) ઐંદ્ર (૯) વારુણ (૧૦) મહાબળ (૧૧) મહેશાન (૧૨) ઉત્કલ (૧૩) કુનાલક (૧૪) પ્રાકૃત (૧૫) મત્સ્ય (૧૬) ઐલાખ્ય (૧૭) કુર્મ (૧૮) વારાહ (૧૯) આદિવરાહ (૨૦) કૃષ્ણવરાહ (૨૧) શ્વેતવરાહ.રણ ગુંજી ઉઠ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરમાંથી તાપી મૈયાની પૂજા અર્ચના કરવા ભક્તો ઉમટી પડ્યા હતા ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર કરાયા હતા.