આધાર કાર્ડ એ આવશ્યક થઇ ગયેલું એવું સરકારી ડોક્યૂમેન્ટ કે ઓળખકાર્ડ છે, જેની આપણને અવાર નવાર જરુર પડે જ છે. જો તમારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય, બિન-સરકારી કામ કરાવવું હોય, ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું હોય, પાન કાર્ડ બનાવવું હોય, બેંકને લગતું કામ કરવું હોય તો વગેરે. મતલબ કે જો તમારે આ બધું કરવું હોય તો તમારી સાથે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. તે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભારતના દરેક નાગરિકને જારી કરવામાં આવે છે, જેની પાસે 12 અંકનો અનન્ય ID છે. આ સિવાય તેમાં બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી છે. આ સાથે જ આધાર કાર્ડનો ઉપયોગ મોટો હોવાથી છેતરપિંડી કરનારાઓ પણ ખૂબ સક્રિય બન્યા છે જેઓ લોકોના આધાર કાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરી છેતરપિંડી કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે તમારા આધાર કાર્ડનો પણ દુરુપયોગ તો નથી થઈ રહ્યો.
ચાલો આપણે જાણીકે કે આધાર કાર્ડની હિસ્ટ્રી કેવી રીતે ચેક કરી શકાય છે.
*જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે, તો તમે તમારા આધાર કાર્ડનો ઇતિહાસ તપાસવા માંગો છો. તો આ માટે તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે.
*હવે તમને અહીં ‘My Aadhaar’ નો વિકલ્પ મળશે અને તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ‘આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી’ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
*હવે તમારે અહીં તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર ભરવો પડશે. તે પછી આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને ‘OTP વેરિફિકેશન’ વિકલ્પ પસંદ કરો.
*આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આવશે. અહીં આ OTP દાખલ કરીને આગળ વધો.
*હવે તમારી સામે એક ટેબ દેખાશે, જ્યાં તમારે તે દિવસની તારીખ દાખલ કરવી પડશે જે દિવસે તમે તમારો આધાર કાર્ડ ઇતિહાસ જોવા માંગો છો. આમ કરવાથી તમને ખબર પડશે કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો છે.