હિંદુ ધર્મમાં દરેક કાર્યો, પ્રસંગો માટે માર્ગદર્શિકા જોવા મળે છે. શાસ્ત્રોમાં તેનો ઉંડાણ પૂર્વકનો ઉલ્લેખ કરાયો છે. દરેક ધર્મમાં ચોક્કસ પ્રકારના ચિહ્નો, પ્રતિકો, શબ્દોનો ઉપયોગ કરાતો આવ્યો છે. હિન્દુ ધર્મની વાત કરીએ તો ઓમ, સ્વસ્તિક વિગેરે એવા ચિહ્નો છે કે જેનો મોટાભાગના ધાર્મિક કાર્યોમાં ઉપયોગ થાય છે. કોઈ પણ શુભ કાર્ય સ્વસ્તિવચન વિના પૂર્ણ થતું નથી. સ્વસ્તિકને શક્તિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક છે. સ્વસ્તિકના ચાર હાથ સમાંતર છે. તે ચાર દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિક ચિહ્ન બનાવવામાં આવે છે. તે શુભ અને પરોપકારી માનવામાં આવે છે.

સ્વસ્તિકનું નિશાન પણ સમૃદ્ધિનું પ્રતીક છે. વિવિધ મનોકામનાઓની પૂર્તિ માટે વિવિધ પ્રકારના સ્વસ્તિક બનાવવામાં આવે છે. સ્વસ્તિક બનાવવા માટે માટી, કોલસો, હળદર, કુમકુમ, ચંદન, ગાયના છાણ અથવા ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે.
*મુખ્ય પ્રવેશદ્વાર પર : ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે મુખ્ય દરવાજાની બંને તરફ સ્વસ્તિક ચિહ્ન બનાવવામાં આવે છે. દ્વાર પર અષ્ટ ધાતુ અથવા તાંબાનું સ્વસ્તિક લગાવવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને વાસ્તુ દોષથી મુક્તિ મળે છે.
તિજોરી પર : વેપાર વધારવા અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, તિજોરી પર લાલ સ્વસ્તિક ચિહ્ન બનાવવામાં આવે છે. તિજોરીની અંદર લાલ કે પીળા કપડામાં હળદર અને ચોખા રાખવાથી પણ ધનમાં વધારો થાય છે.
આંગણામાં : આંગણાની વચ્ચે સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી ધન, કીર્તિ, પદ, પ્રતિષ્ઠામાં વધારો થાય છે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે.
દરવાજા પર : ઘરની બંને બાજુ પીળા રંગનું સ્વસ્તિક બનાવી તેને અખંડ રાખવાથી અને તેના પર પીળી હળદર કે સોપારી રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર ધનથી ભરેલું રહે છે.