રાયપુર: બાગેશ્વર ધામ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ચૂકયું છે. નાગપુરથી ઉઠેલો ચમત્કાર અંગેનો વિવાદ વીજળીક વેગે આખા દેશમાં પસરી ગયો. સાથે જ લોકો આ મુદ્દે બે ભાગમાં વહેચાઇ ગયા. સોશિયલ મીડિયામાં બાગેશ્વર ધામ ટ્રેન્ડ કરી રહ્યું છે. ચોરે ને ચૌટે તેની ચર્ચા ચાલી રહી છે. શ્રધ્ધા કે અંધશ્રધ્ધા, ચમત્કાર કે ઢોંગ, જ્ઞાન-વિદ્યા કે જાદુટોણાં એ મુદ્દે યુવાઓમાં પણ વાદ વિવાદ સાંભળવા મળી રહ્યો છે.
બાગેશ્વર ધામ મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાયપુરમાં રામકથા કરી રહ્યા છે. તેમના ચમત્કાર અને દિવ્ય દરબાર પર અનેકો સવાલ ઉઠી રહ્યા છે. સાથે જ તેમના પર આરોપ પણ લાગી રહ્યા છે કે, તેઓ અંધવિશ્વાસને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ આરોપ પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કહી રહ્યા છે કે, અમે કોઈ વસ્તુ સારી કરી દઈશું, તેવો દાવો નથી કરતા. આ બધું ગુરુજીની કૃપાથી થાય છે. તમામ આરોપોની વચ્ચે બાગેશ્વર ધામ મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની શક્તિઓનો લાઈવ ડેમો આપ્યો છે. આ દરમિયાન દેશભરના ટીવી પત્રકારો પણ ત્યાં પહોંચ્યા હતા.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અરજી પર સવાલ હતા. અમુક લોકો કહી રહ્યા હતા કે, બાબા અરજીમાં જે વાત લખે છે, તે પહેલાથી લખેલી હોય છે. બાગેશ્વર મહારાજે રાયપુરમાં લાઈવ ડેમો આપ્યો હતો. દેશભરમાંથી આવેલા પત્રકારોને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આપમાંથી કોઈ એક સામે આવી જાવ. ત્યાર બાદ એક મહિલા પત્રકાર સૌની સહમતીથી આગળ આવે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તે પત્રકારને કહે છે કે, હું હાલમાં અરજી લખું છું, તેઓ બાલાજીનું નામ લઈને એક અરજી તૈયાર કરે છે.
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહિલા પત્રકારને ચેલેન્જ આપે છે કે, અહીં ચાર પંડાલ છે, આ ચારેયમાંથી કોઈ એક શખ્સને બોલાવી લાવો. અરજીમાં લખેલી વાત તેના જીવન સાથે જોડાયેલી હશે. આપ એ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કે આપના ઓળખીતા ન હોય. મહિલા પત્રકાર બાબાની ચેલેન્જ સ્વીકાર કરીને ભીડમાંથી એક મહિલાને લઈને આવે છે.
પત્રકાર મહિલા અને તેના બાળકને લઈને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી નજીક આવે છે. ત્યાર બાદએ મહિલાને અરજી આપી. અરજીમાં લખેલી તમામ વાતો મહિલાના જીવનની હતી. મહિલા બિલાસપુરની રહેવાસી હતી. પોતાના બાળકની બિમારીને લઈને ત્યાં આવી હતી. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, બાલાજીની કૃપાથી 40 ટકા બિમારી ઠીક થઈ જશે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહિલાને એ પણ જણાવ્યું કે, તે યૂપીની રહેવાસી છે. બિલાસપુરમાં રહે છે. તમારી કુળદેવી ગામડે છે. તેની પૂજા અને શૃંગાર કરતા રહો. ત્યાર બાદ તે મહિલાને સવાલ પુછે છે કે, શું તમે પહેલા ક્યારેય અમને મળ્યા છો, તમે પહેલા ક્યારેય તમારી સમસ્યા વિશે અમને વાત કરી છે. મહિલા ના પાડે છે.
મહિલા બાગેશ્વર ધામ મહારાજના સવાલ પર કહે છે કે, મેં આપને કોઈ વાત નથી જણાવી. બાગેશ્વર મહારાજે કહ્યું કે, આજ પછી હવે હં કોઈને સફાઈ નહીં આપું. જો અંધવિશ્વાસી કહેશે, તેવા લોકોને હું નાગા કરી દઈશ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

** બાગેશ્વર ધામ અને પંડિત ધીરેન્દ્રજી વિશે..
- છતરપુર નજીકના ગામ ગારહા ખાતે બાલાજી હનુમાનનું સિધ્ધ મંદિર છે.
- બાલાજી હનુમાન મંદિરની સામે ભગવાન શિવનું મંદિર છે, જેને મહાદેવનું મંદિર કહેવામાં આવે છે.
- ગઢ સ્થિત બાગેશ્વર ધામમાં સિદ્ધ ગુરુ અને દાદાજી મહારાજની સમાધિ છે.
- ગઢનું આ બાગેશ્વર ધામ સ્થાન માત્ર ઉત્તરાખંડના બાગેશ્વર ધામની શક્તિ છે.
- પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ તેમના દાદા ભગવાનદાસ ગર્ગને તેમના ગુરુ માનતા હતા.
- તેમના દાદા એક સાબિત સંત હતા. તેઓ નિર્મોહી અખાડા સાથે સંકળાયેલા હતા. તેઓ કોર્ટ પણ રાખે છે.
- ધીરેન્દ્રજીને હનુમાનજી અને તેમના સ્વર્ગસ્થ દાદાના એટલા આશીર્વાદ મળ્યા કે તેમને દૈવી અનુભૂતિનો અહેસાસ થવા લાગ્યો અને તેમણે પણ લોકોના દુ:ખ દૂર કરવા દાદાની જેમ ‘દિવ્ય દરબાર’ યોજવાનું શરૂ કર્યું.
- ધીરેન્દ્રજી કહે છે કે તેમણે હનુમાનજી અને સિદ્ધ મહારાજના પ્રત્યક્ષ દર્શન કર્યા છે.
- 9 વર્ષની ઉંમરે, તેમણે હનુમાનજી બાલાજી સરકારની ભક્તિ, સેવા, ધ્યાન અને પૂજા શરૂ કરી. કહેવાય છે કે આ સાધનાની તેમના પર એવી અસર થઈ કે બાલાજીની કૃપાથી તેઓ લોકોના વિચારો જાણવા લાગ્યા.
- મંગળવારે બાગેશ્વર ધામમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અરજી કરવા માટે લોકો લાલ કપડામાં નાળિયેર બાંધીને તેમની ઈચ્છા જણાવે છે, તે નારિયેળને અહીં એક જગ્યાએ બાંધીને રામ નામનો જાપ કરી મંદિરની 21 પરિક્રમા કરે છે.