વડોદરા – મુંબઇ એકસપ્રેસ હાઇવે અંતર્ગત ભરુચમાં નર્મદા નદી ઉપર દેશના પ્રથમ 8 લેન કેબલ સ્ટેઇડ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ભરૂચની નર્મદા નદી પર અગાઉ નવા સરદારબ્રિજની બાજુમાં ફોર લેન કેબઇ સ્ટેઇડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ એકસપ્રેસ હાઇવેના નિર્માણ પાછળ આશરે 98 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

*એક્સ્ટ્રા ડોઝ કેબલ ભાગની લંબાઈ : 1020
*પહોળાઇ: 21.25 મીટર (એક તરફ 4 લેનમાં)
*બન્ને તરફ વાયડક : 400 અને 600 મીટરના
*સ્પાનની લંબાઈ : 48 મીટર
*1 કેબલની ભાર વહન ક્ષમતા : 1100 ટન
*બ્રિજનો કુલ ખર્ચ : 250 કરોડ
બ્રિજની ડિઝાઇનનું આયુષ્ય: 100 વર્ષ
આ એકસપ્રેસ હાઇવેને ગ્રીનફીલ્ડ હાઇવે તરીકે ઓળખ અપાઈ છે. હવે મુંબઇથી દીલ્હી માત્ર 12 થી 13 કલાકમાં જ પહોંચી શકાશે. 8 લેન ગ્રીનફીલ્ડ એકસપ્રેસ હાઇવેની કામગીરી તારીખ 9મી માર્ચ 2019ના રોજથી શરૂ કરાઈ હતી. વડોદરાથી અંકલેશ્વર વચ્ચેના સેકશનની કામગીરી પુર્ણતાના આરે છે. બ્રિજની કુલ લંબાઈ 2.22 KM છે. બ્રિજના નિર્માણ પાછળ આશરે 250 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.