પાંચમા માળેથી અકસ્માતે નીચે પટકાતી બાળકીને ત્યાંથી પસાર થતાં યુગલે ઝીલી લીઘી હતી. યુગલના હાથમાં પડેલી બાળકીને માત્ર સામાન્ય ઇજા થઇ હતી. માસૂમનો જીવ બચાવનાર આ યુગલની ચામેરથી વાહ વાહી થઇ રહી છે. સાથે જ બાળકીના બચાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ચમત્કાર સમાન ગણાવવામાં આવી રહેલી આ ગટના ચીનના ઝેજિયાંગ પ્રાંતના ટોંગજિયાંગમાં ઘટી છે. શેન ડોંગ નામનો એક વ્યક્તિ તેની કાર રસ્તા પર પાર્ક કરી રહ્યો હતો ત્યારે તેણે બે વર્ષની બાળકીને પાંચમા માળની ઊંચાઈએથી પડી રહેલી જોઈ હતી અને તેણે બાળકીને બચાવી લીધી હતી. આ ઘટનાનો એક વીડિયો ટ્વિટર પર એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ શેન ડોંગ જ્યારે તેની કાર શેરીમાં પાર્ક કરી રહ્યો હતો ત્યારે તેણે જોરદાર ધડાકો સાંભળ્યો. તેણે તપાસ કરતાં નાની છોકરી ચોથા માળેથી પડીને સ્ટીલની છત પર પડી હતી અને ડોંગ દ્વારા તેને ચમત્કારિક રીતે પકડવામાં આવી હતી. તે બાળકીને જમીન પર પડતા બચાવવા માટે છેલ્લી ઘડીએ દોડ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોને ચીનના સરકારી અધિકારી લિજિયન ઝાઓએ ટ્વિટર પર શેર કર્યો છે. તેણે પોસ્ટ સાથેના કેપ્શનમાં લખ્યું છે, “આપણી વચ્ચેના હીરો.”
લોકોએ શેન ડોંગને હીરો ગણાવ્યા અને તેની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, “ફક્ત ફિલ્મોમાં જ નહીં, દુનિયામાં પણ રિયલ હીરો છે.” અન્ય યુઝરે ટિપ્પણી કરી હતી કે “લેજન્ડ! આ વ્યક્તિને પ્રમોશન અને મેડલ આપો.” મીડિયા રિપોર્ટસ મુજબ અકસ્માત દરમિયાન છોકરીને પગ અને ફેફસામાં ઈજા થઈ હતી, પરંતુ હવે તે હોસ્પિટલમાં છે અને તેની હાલત સ્થિર છે.