વડોદરાના મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા નિકુંજ આઝાદ સામે માંજલપૂર પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. આઝાદે છુટાછેડા લીધેલી મહિલાને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. ફાયર ઓફિસરે મહિલાને પોર્ન વિડીયો બતાવીને પોતાની અકુદરતી હવસ પણ સંતોષી હતી, એટલું જ નહીં બેડરૂમના એસીમાં કેમેરો લગાવી તેનાથી અશ્લીલ ફિલ્મ પણ બનાવી હોવાનો ઉલ્લેખ મહિલાએ તેની ફરિયાદમાં કર્યો છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, મહિલા અમદાવાદમાં રહેતી હતી, અને તેણીએ છુટાછેડા લીધા હતા. મહિલાની ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સાથે અમદાવાદમાં તેણીની બહેન મારફતે થઇ હતી. ત્યાર બાદ નિયમીત મળવાનું થતાં આઝાદે કહ્યું હતું કે મારા પણ છુટાછેડા થયા છે, હું તારી સાથે લગ્ન કરવા ઇચ્છું છું. તારા છુટાછેડા થાય ત્યારે આપણે તાત્કાલિક લગ્ન કરી લઇશું.

એપ્રીલ – 2018 માં નિકુંજ આઝાદે યુવતિને વડોદરાના સરકારી ફાયર ક્વાટર્સમાં આગ્રહ કરીને બોલાવતા જણાવ્યું કે, હવે લગ્ન પછી આપણે આ ક્વાટર્સમાં જ રહેવાનું છે. તો એકવાર આવીને ઘર જોઇ જા. નિકુંજ આઝાદના આગ્રહને વશ થઇને મહિલા વડોદરા આવી હતી. આ સમયે નિકુંજ આઝાદે મહિલાની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જુલાઇ – 2018 માં નિકુંજ નાગપુર ખાતે ડિપાર્ટમેન્ટલ ટ્રેનીંગમાં ગયો હતો. નાગપુરથી દરેક શનિ-રવિવારે તે યુવતિને મળવા અમદાવાદ જતો હતો. નિકુંજના કહેવાથી બંને હોટલમાં રોકાતા હતા. ડિસેમ્બર – 2018 માં ડિપાર્ટમેન્ટલ ટ્રેનીંગ ગોવામાં હતી. જેથી તેણે મહિલાને ગોવા બોલાવી હતી. જ્યાં નિકુંજે તેના સિનિયર અધિકારી સાથે મહિલાની ઓળખ તેની પત્ની તરીકે આપી હતી.
ગોવામાં મહિલા નિકુંજનો મોબાઇલ ચેક કરતી હતી ત્યારે તેણે તેની મમ્મીના નામે સેવ કરેલા નંબર પર તેની અચાનક નજર પડી. આ નંબરના વોટ્સએપ ડીપીમાં નિકુંજ આઝાદ અને તેની પત્ની તથા બાળકોનો ફોટો હતો. મહિલાએ નિકુંજને જણાવ્યું કે, તે મને જણાવ્યું હતું કે, તારી પત્ની સાથે તારે છુટાછેડા થયેલા છે. છતાં તુ તારી પત્ની સાથે કેમ વાત કરે છે ! સવાલના જવાબમાં નિકુંજે જણાવ્યું કે, મારા છુટાછેડા થયા નથી. જો છુટાછેડા થયા ના હોય તો તું મારી સાથે સંબંધ ના રાખે. જેથી મેં ખોટું બોલ્યું હતું. એ સમયે પણ આઝાદે મહિલાએ લલચાવી ફોસલાવી મનાવી લીધી હતી.

જે બાદ મહિલા નિકુંજના કહેવાથી મકરપુરા ફાયર ક્વાટર્સમાં રહેવા આવી હતી. ફાયર ક્વાટર્સમાં અવાર-નવાર નિકુંજે મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા. દરમિયાન નિકુંજે મહિલાને તેના મોબાઇલ અને ટીવીમાં પોર્ન વિડીયો બતાવીને જબરજસ્તી મહિલા સાથે અકુદરતી સંબંધ બાંધતો હતો. પોર્ન વિડીયો જોઇને તેના જેવું જ કરવા મહિલાને ફરજ પાડતો હતો અને આ કૃત્ય તે સતત દોહરાવોત હતો. નિકુંજના મોબાઇલમાં બંનેના સંબંધ બાંધેલાના વિડીયો બનાવ્યા છે.
14 એપ્રીલ વર્ષ – 2020 માં નિકંજે મહિલાને કાયમી વડોદરા રહેવા બોલાવી હતી. મહિલા કલાલી વિસ્તારમાં ભાડે રહેતી હતી. ફેબ્રઆરી-2021 માં મહિલા પોતાના મકાનમાં રહેવા ગઇ હતી. 1 માર્ચ – 2021 ના રોજ નિકુંજે મહિલા સાથે ઘરમાં જ ફુલહાર કરી લગ્ન કર્યા હતા. મહિલાને બાલ્કનીમાં બેસવાની આદત હોવાથી તે બાલ્કનીમાં બેસે તો નિકુંજ તેને ફોન કરીને પુછતો કે તું મકાનના કોઇ રૂમમાં નથી. અત્યારે ક્યાં છું. આ ઘટના અવાર નવાર બનતા મહિલાને તેના પર જાસૂસી થઇ રહી હોવાનો શક ગયો હતો. મહિલાએ બેડરૂમનું એસી ચેક કરતા તેમાંથી ગુપ્ત કેમેરો મળી આવ્યો હતો. મહિલાને શક છે કે, નિકુંજે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યાના વિડીયો તેના મોબાઇલ અથવા લેપટોપમાં છે. આખરે મહિલાએ વડોદરાના મકરપુરા જીઆઇડીસીના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ વિરૂદ્ધ માંજલપુર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.