કોલંબો. 17, જાન્યુઆરી…
ડિઝીટલ યુગમાં માવની કોઇ પણ સ્થળની માહિતી મેળવવી જ નહીં ત્યાં પહોંચવું પણ ઘણું આસાન થઇ ચૂકયું છે. ટેકનોલોજી ક્ષેત્રે આવેલી ક્રાંતિથી દુનિયા ગ્લોબલ વિલેજ જેવી બની ગઇ છે એવું પ્રતિત થાય. પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે પૃથ્વી પર એક ટાપુ એવો છે જયાં માનવી હજુ પહોંચી શકયો નથી. ચંદ્ર પર પહોંચનારો માનવી આ ટાપુની મુલાકાત લેવાની હિંમત કરી શકયો નથી. આ ટાપુનું નામ નોર્થ સેન્ટીનલ છે જે હિંદ મહાસાગરમાં આવેલો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અધિકાર ક્ષેત્રમાં આવતચા આ ટાપુ પર રહેતા અંદાજે 500 જેટલા લોકો પોતાને આધુનિક માનવ સભ્યતાનો હિસ્સો સમજતા નથી. છેલ્લા ૨૦૦ વર્ષમાં ભૂગોળમાં અનેક શોધ સંશોધનો થયા તેમ છતાં કોઇ નોર્થ સેન્ટીનલ આઇલેન્ડના લોકો શું ખાય છે? શું પીવે છે.? કેવી રીતે રહે છે તે સચોટ જાણી શકાયું નથી. માણસે ધૃવ પ્રદેશ, એન્ટાર્ટિકા જેવા અનેક દુગર્મ વિસ્તારો ખેડયા પરંતુ બંગાળની ખાડી પાસે આવેલો નોર્થ સેન્ટીયલ ટાપુ સાવ બાકાત છે.આ ટાપુના લોકો બહારના માણસોને જુએ કે તરત જ ભેગા થઇને આઠ ફુટ લાંબા તિરકામઠા છોડે છે.

નોર્થ સેન્ટીનલ ટાપુ પર જયારે પણ કોઇ તેમની નજીક જવા પ્રયાસ કરે ત્યારે તેઓ હિંસક બની જાય છે.આ લોકો પોતાના આકાશ પરથી ઉડતા વિમાનો પર પથ્થર મારો કરે છે. આ આઇલેન્ડની નજીકથી પસાર થતા અનેક માછીમારો પણ તેમના આક્રમણનો ભોગ બન્યા છે. ૨૦૦૬માં માછીમારી કરતા ભારતના ઘણા માછીમારોને મારી નાખ્યા હતા. નૃવંશશાસ્ત્રીઓનું માનવું છે કે આ ટાપુ પર છેલ્લા ૬૦ હજાર વર્ષથી માનવ વસવાટ હોવા છતાં તેનું બહારની દુનિયાનું નોલેજ જીરો છે .

આથી નોર્થ સેન્ટીનલને તો કેટલાક મેન ઓફ ઝુ તરીકે પણ ઓળખે છે.આ ટાપુ પર રહેતી આદિજાતિનો વિલૂપ્ત થતી જાતિમાં સમાવેશ થાય છે.સેન્ડીવાઇટ બીચ, કોરલ રીફ અને ગાંઢ જંગલોથી ઘેરાયેલા આ ટાપુના લોકોની ભાષા પૃથ્વીની કોઇ પણ ભાષા સાથે મેચ થતી નથી.સદીઓ પહેલા આંદામાન આઇલેન્ડ સાથે આ લોકોનો સંપર્ક હશે તેવું માનવામાં આવે છે. જો કે સંસ્થાનવાદના જમાનામાં પોર્ટુંગિઝો અને બ્રિટીશરો પણ આ ટાપુથી દુર જ રહયા હતા .

આ પ્રદેશ પહેલીવાર ઇસ ૧૭૭૧માં ઇસ્ટ ઇન્ડીયા કંપનીના સર્વેયર જોન રીચીના ધ્યાનમાં આવ્યો હતો. ભારત સરકારે પહેલીવાર ૧૯૬૭માં અને ત્યાર બાદ ૧૯૯૦માં તેમના વિશે જાણવા પ્રયાસ કર્યો હતો.આ ટાપુના લોકોના હેલીકોપ્ટર વડે વાર એેરિયલ ફોટોગ્રાફસ પણ લેવામાં આવ્યા હતા. નવાઇની વાત તો એ છે કે ૨૦૦૪માં હિંદમહાસાગરમાં શકિતશાળી ભૂકંપના પગલે સૂનામી આવતા આ ટાપુના લોકોને મદદ કરવા પ્રયાસ થયો પરંતુ ટાપુ પર લોકોએ હેલીકોપ્ટરને ઉતરવા દિધું ન હતું.