દરેક દિવસ સરખાં હોતા નથી, દરેક સમયે આપણો મૂડ પણ સરખો હોતો નથી. અમુક એવા પણ દિવસો હોય છે કે જ્યારે કોઇપણ દેખિતા કારણ વિના આપણે એટલા દુઃખી થઈએ છીએ કે કશું ગમતું નથી, કોઇ પ્રવૃતિ કરવાનું મન થતું નથી. મૂડ નથી એવું અવાર નવાર બોલીએ છીએ તથા નિયર એન્ડ ડીયર પાસે સાંભળિયે છીએ. જ્યારે બીજી તરફ ક્યારેય એવી મનોસ્થિતિ હોય છે કે જ્યારે આપણે ઉત્સાહ અને ઊર્જા સાથે તમે આખી દુનિયાનો સામનો કરવા તૈયાર થઈ જઇએ છીએ. વૈજ્ઞાનિકોના સંશોધનો કહો કે અભ્યાસ મુજબ આપણાં મૂડ અને ઊર્જાનાં સ્તર પર ચોક્કસ હોર્મોન્સનાં સ્ત્રાવની અસર થાય છે, જેને અનૌપચારિક રીતે ‘હેપ્પી હોર્મોન્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તબીબોનો કહેવા અનુસાર આપણાં શરીરમાં મુખ્યત્વે ચાર હેપ્પી હોર્મોન્સ હોય છે. જેને સેરોટોનિન, એન્ડોર્ફિન, ડોપામાઈન અને ઓક્સિટોસિન તરીકે ઓળખાય છે. આ અદ્ભુત હોર્મોન્સ સુખ અને આનંદ સહિતની સકારાત્મક લાગણીઓને પ્રોત્સાહન આપે છે અને તમારા રોજિંદા મૂડને અસર કરતા જોવા છે.

જો તમને લાગતું હોય કે, તમારો મૂડ તમારા નિયંત્રણમાં નથી તો તમે એક્સપર્ટ દ્વારા જણાવેલી કેટલીક અદ્ભુત યુક્તિઓ અજમાવી શકો છો કે જે તમારાં ‘હેપ્પી હોર્મોન્સ’ને એક્ટિવ કરી શકે છે . સવારે સૌથી પહેલા પાણી પીવાથી તેમજ આખો દિવસ હાઇડ્રેટેડ રહેવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી શકે છે અને હેપ્પી હોર્મોન્સ વધારવામાં મદદ મળી શકે છે.
ફોલેટ અથવા વિટામિન બી-12 જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, શતાવરી, ઇંડા વગેરેથી સમૃદ્ધ ખોરાક મૂડને સુધારવામાં મદદ કરે છે. એક સંશોધન મુજબ ડિપ્રેશન અને ચિંતાવાળા લોકોમાં ફોલેટની ઉણપ હોય છે. બદામને નાસ્તામાં અથવા મધ્યાહ્ન ભોજનના નાસ્તા તરીકે બદામને નાસ્તામાં સામેલ કરો. તે તમારાં મૂડને બુસ્ટ કરવા માટેનું એનર્જી ટોનિક. તેમાં ટ્રિપ્ટોફન હોય છે, જે સેરોટોનિનનાં સ્ત્રાવમાં મદદ કરે છે અને ડિપ્રેશનના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. બદામ સિવાય અખરોટ, ચિયા સીડ્સ, અળસીના બીજ પણ તમે ખાઈ શકો છો.

*વિટામિન-Cથી ભરપૂર આહાર
અમુક ખનિજો અને વિટામિન્સ ધરાવતાં પૌષ્ટિક અને સંતુલિત આહારનું સેવન કરવાથી શરીરમાં ઓક્સીટોસિનના સ્તરને પ્રોત્સાહન આપવામાં મદદ મળી શકે છે. લીંબુ, નારંગી, બેરી, આમળાં વગેરે જેવા વિટામિન-C સમૃદ્ધ ખોરાક તમને ખુશ રાખી શકે છે અને તંદુરસ્ત બનાવી શકે છે.
ડાર્ક ચોકલેટ
નિયંત્રિત માત્રામાં ડાર્ક ચોકલેટ આપણને ખુશ કરી શકે છે. વિવિધ અધ્યયન મુજબ કોકોઆ એન્ડોર્ફિનને રિલીઝ કરવામાં મદદ કરી શકે છે.
*પ્રોબાયોટિક્સ
તમારા ભોજનમાં દહીં, આથાવાળા ખોરાક જેવા કે ઇડલી/ઢોસા વગેરે, છાશ જેવા પ્રોબાયોટિક્સનો સમાવેશ કરો, કારણ કે તે મૂડને બૂસ્ટ કરવા માટે ખૂબ જ જાણીતાં છે.

**હેપી હોર્મોન્સના સ્તર વધારાની ટિપ્સ
સવારમાં બેડ ઉપરથી ઉઠતી વેળા જ કે સાંજના સમયે તણાવની અનુભૂતિ થાય છે? તો હેપી હોર્મોન્સના સ્તરને વધારવા માટે એક નાનો કપ કોફી પીવો. હળવી કસરત કહો કે વોક લો. ધરે કે નજીકમાં બગીચો હોય તો તેમાં લટાર મારો
રોજીંદા આહારમાં શક્કરિયા, કેળા, દાળને વધુ વખત સામેલ કરો.
સૂવાની 30 મિનિટ પહેલાં એક ગ્લાસ દૂધમાં હળદર ઉમેરીને પીવો.
વધુ પડતું ખાવાનું ટાળો. એક સાથે ખાવા કરતાં સમયાંતરે થોડુ થોડુ ખાઓ.
ક્યારેય પણ સવારનો નાસ્તો સ્કિપ કરશો નહીં. તંદુરસ્ત નાસ્તો આખા દિવસ માટે એનર્જી બુસ્ટર સાબિત થાય છે.