ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. વિપક્ષના સવાલોના જવાબમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું હતું કે ભારતમાં પેટ્રોલના ભાવમાં વધારો અમેરિકા, જર્મની સહિતના અન્ય દેશો કરતા ઘણો ઓછો થયો છે. ચાલો જોઈએ કે કયા દેશમાં કેટલા રૂપિયા પ્રતિ લિટર છે પેટ્રોલ-
ગ્લોબલ પેટ્રોલ પ્રાઈસ.કોમ મુજબ હોંગકોંગમાં ભારતીય કરન્સી પ્રમાણે પેટ્રોલ 217.047 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે જર્મનીમાં રૂ. 164.997, યુકેમાં રૂ. 161.465, ન્યુઝીલેન્ડમાં રૂ. 148.543, કેનેડામાં રૂ. 981 પ્રતિ લીટર. જ્યારે ભારતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 112.163 રૂપિયા પ્રતિ લિટર છે. ચીનમાં પેટ્રોલ 111.219 રૂપિયા, ઓસ્ટ્રેલિયામાં 110.081 રૂપિયા, અમેરિકામાં 91.260 રૂપિયા પ્રતિ લિટર છે.
સિંગાપોરમાં પેટ્રોલની કિંમત 159.04 રૂપિયા પ્રતિ લિટર, ભારતમાં 112.163 પ્રતિ લિટર, ચીનમાં 111.219 પ્રતિ લિટર, જાપાનમાં 104.34 પ્રતિ લિટર, નેપાળમાં 96.81 પ્રતિ લિટર છે. બાંગ્લાદેશમાં પેટ્રોલની કિંમત 77.91 રૂપિયા, અફઘાનિસ્તાનમાં 66.12, પાકિસ્તાનમાં 61.60 રૂપિયા પ્રતિ લિટર છે. સાઉદી અરેબિયામાં પેટ્રોલની કિંમત 46.85 રૂપિયા પ્રતિ લીટર છે.
હરદીપ સિંહ પુરીએ લોકસભામાં કહ્યું હતું કે, ભારતમાં ઈંધણના ભાવમાં થયેલો વધારો અન્ય દેશોમાં કિંમતોમાં થયેલા વધારાના 1/10માં ભાગ છે. એપ્રિલ 2021 થી માર્ચ 2022 ની વચ્ચે, અન્ય દેશોની તુલનામાં, યુએસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 51 ટકા, કેનેડામાં 52 ટકા, જર્મનીમાં 55 ટકા, ફ્રાંસમાં 50 ટકા, સ્પેનમાં 58 ટકા, પરંતુ ભારતમાં માત્ર 5 ટકાનો વધારો થયો છે.