સેવા કરવાના નામે રાજકારણીઓ શું કરે છે એ કોઇને કહેવા જેવું રહ્યું નથી. દોમદોમ સાહ્યબી અને ભોગ વિલાસ વચ્ચે રાચતાં રાજકાણીઓ પાસે લખલૂંટ ધન-સંપતિ ક્યાંથી આવે છે એ પણ જગવિદીત છે. પ્રાઇવેટ કહો કે ચાર્ટર પ્લેનમાં ફરવા સુધી પહોંચી ગયેલા રાજકારણીઓ ક્યારેક ઉત્સાહના અતિરેક્તમાં અથવા તો પોતાના ગોડફાધરની ખુશામતના ચક્કરમાં એવી વાતો કરી દેતાં હોય છે કે જે જાણી છતાં અજાણી કહેવાય છે. કંઇક આવું જ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય રમેશ કુમારે કર્યું છે. રમેશકુમારનું એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. ગયા વર્ષે વિધાનસભામાં બળાત્કારની ટિપ્પણી બાદ ચર્ચામાં આવેલા કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમારે નહેરુ-ગાંધી પરિવાર પર કરેલી ટિપ્પણી બાદ ફરી એકવાર નવો વિવાદ ઊભો કર્યો છે. કુમારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓએ ગાંધી પરિવારના નામે ઘણા પૈસા કમાયા છે.
કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમારે ઈડી કાર્યાલયમાં સોનિયા ગાંધીની પૂછપરછ દરમિયાન કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન પર કહ્યું કે, અમે જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીના નામે 3-4 પેઢીઓ માટે પૂરતા પૈસા કમાયા છે. જો આપણે આટલું બધું બલિદાન ન આપી શકીએ, તો તે આપણા માટે સારું રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ધારાસભ્ય રમેશ કુમારે કર્ણાટક વિધાનસભામા રેપને લઈને પણ વિવાદીત નિવેદન આપ્યું હતું. ત્યારે તેમના નિવેદન પર ખૂબ ઉહાપોહ થયો હતો.
કર્ણાટકના આરોગ્ય પ્રધાન સુધાકર કેએ રમેશ કુમારની ટિપ્પણી બદલ તેમની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટીના 60 વર્ષ જૂના લૂટઇન્ડિયા કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે વર્ણવનારા તેજસ્વી નેતાને અભિનંદન.