રાજસ્થાનના અલવર જિલ્લાના કોટકસીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ 20 દિવસ પહેલા થયેલા પૂર્વ સરપંચના પુત્રની હત્યાનો ભેદ પોલીસે આખરે ઉકેલી લીધો છે. સગીર બળાત્કાર પીડિતા દ્વારા યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 14 વર્ષની યુવતીની ધરપકડ કરી છે. આ સગીર યુવતીએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે પૂર્વ સરપંચનો પુત્ર તેને બ્લેકમેલ કરતો હતો અને તેની સાથે બળાત્કાર કરતો હતો. જેનાથી કંટાળીને તેણે વાયર વડે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
કોટકાસિમ પોલીસ સ્ટેશનના અધિકારી મહાવીર સિંહ શેખાવતે જણાવ્યું કે શારીરિક શોષણને કારણે યુવતીએ વિક્રમ ઉર્ફે લાલાની ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિક્રમ સગીરનું શારીરિક શોષણ કરતો હતો. 17મી મેની રાત્રે પણ તેણે દારૂના નશામાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આખરે, સગીરા નાસીપાસ થઈ ગઇ અને તેણે તેના દુપટ્ટા અને વાયરથી વિક્રમનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. જે બાદ સ્થળ પરથી પુરાવા પણ ભૂંસી નાખવામાં આવ્યા હતા.
આ અંગે વિક્રમ ઉર્ફે લાલાના પરિવારજનોએ 18 મેના રોજ સવારે લગભગ 5 વાગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે બાદ મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
ભીવાડીના અધિક પોલીસ અધિક્ષક અતુલ સાહુએ જણાવ્યું કે અટકાયત કરાયેલા સગીરે પોલીસ પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા છે. વિક્રમ સિવાય સગીરે અન્ય લોકો પર પણ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. સગીરે જણાવ્યું કે વિક્રમ સહિત ઘણા લોકો તેને દરરોજ બ્લેકમેલ કરતા હતા. તેઓ વારંવાર તેને ખોટા કામો કરવા દબાણ કરતા હતા.
સાહુએ જણાવ્યું કે પીડિતા પરિવારને આ બાબત વિશે જણાવવા માંગતી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કોશિશ પણ કરી, પરંતુ તે નિષ્ફળ રહી. પરેશાન થઈને 17મી મેના રોજ રાત્રે 11 થી 12 વાગ્યાની વચ્ચે નજીકના ખેતરમાં દારૂના નશામાં આવેલા વિક્રમસિંહ ઉર્ફે લાલાએ ગળું દબાવી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.