યુપીના મહારાજગંજ જિલ્લામાં મહિલાઓના એક જૂથે ભાજપના ધારાસભ્યને કાદવથી સ્નાન કરાવ્યું હતું. સાથે જ આ ઘટનાનો વીડિયો બનાવતી વખતે તેના મનમાં જે કંઈ હતું તે પણ બધું કહ્યું હતું. ધારસભ્યને કીચડ સ્નાન કરાવવા પાછળ મહિલાઓ દ્વારા જે કારણ જણાવવામાં આવ્યું એ ખરેખર અચરજ પમાડે એવું હતું. ધારાસભ્યના કીચડ સ્નાનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.
ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિમાં અડધા ભારતમાં પાણી-પાણી જ જોવા મળી રહ્યા છે. સાથે જ દેશના કેટલાક જિલ્લા એવા પણ છે જ્યાં ભારે વરસાદની લોકો રાહ જોઇને બેઠા છે. એવી જ હાલતથી પરેશાન યુપીના મહારાજગંજની મહિલાઓએ એવું કર્યું છે જેની ચર્ચા હવે સમગ્ર રાજ્યમાં વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં એવી માન્યતા છે કે કોઈ વ્યક્તિ પર કાદવ ફેંકવાથી કે તેને સ્નાન કરાવવાથી ભગવાન ઈન્દ્ર પ્રસન્ન થાય છે અને વરસાદ કરાવે છે. આવી સ્થિતિમાં મહારાજગંજની મહિલાઓએ પોતાના શહેરના ધારાસભ્યને કાદવનું સ્નાન કરાવ્યું હતું.
જિલ્લાના પિપરડેઉરાની મહિલાઓએ મંગળવારે રાત્રે સદરના ધારાસભ્ય જય મંગલ કન્નૌજિયા અને પાલિકા પ્રમુખ કૃષ્ણ ગોપાલ જયસ્વાલને કાદવથી સ્નાન કરાવ્યું હતું. મહિલાઓએ કહ્યું, “હવે ભારે વરસાદ થશે. નગરના વડાને કાદવથી સ્નાન કરાવાથી દેવતા પ્રસન્ન થાય છે. વરસાદ પડતો ન હોવાથી દરેક માણસ પરેશાન છે. અમારો પાક હવે ખતરામાં છે. આ રીવાજ કરવો ખૂબ જ જરૂરી હતો. ઇન્દ્રદેવતાને પ્રસન્ન કરવા બાળકો કાદવમાં રમે છે. તેથી પ્રાચીનકાળથી ચાલી આવેલ ‘કાલ કલૂટી’ નામની આ પ્રથા જે છે તે પૂર્ણ થઈ.
ભાજપના ધારાસભ્ય જય મંગલ કનોજિયાએ જણાવ્યું હતું કે, “લોકો કાળઝાળ ગરમીથી પરેશાન છે અને આ ખૂબ જ જૂની પરંપરા છે. તેથી મહિલાઓએ વરસાદ લાવવા માટે અમને કાદવથી સ્નાન કરાવ્યું હતું.” પાલિકા પ્રમુખ કૃષ્ણ ગોપાલ જયસ્વાલે જણાવ્યું હતું કે, લગભગ કોઈ વરસાદ ન હોવાને કારણે દુષ્કાળનો ભય હતો, તેથી આ પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું.