પ્રેમ અને લગ્ન માટે મરીમટ્યા હોય એવા ઘણાં કિસ્સાઓ આપણે જોયા કે સાંભળ્યા હશે. હિન્દી ફિલ્મોનો આધાર આવી કહાનીઓ જ છે. પ્રમીના વિરહમાં આજીવન લગ્ન નહી કરવા, તેના ફોટો સાથે કે પૂર્વના સમયમાં તલવાર સાથે લગ્ન થતાં હોવાની વાત પણ જગવિદીત છે. જો કે હાલ એક એવો કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કે જેમાં એક છોકરીએ તેના મૃત બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. થોડી ચોંકાવનારી પરંતુ આ હકીકત છે. ક્લિયોઢન કાસગ્રોવ નામની યુવતીના બોયફ્રેન્ડને ગંભીર બીમારીના કારણે ફેફસા ખરાબ થયા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પછી ક્લિયોઢને તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા અને ત્રણ દિવસ તેની સાથે રહી હતી, ત્યારબાદ તેને દફનાવવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર આ યુગલની મુલાકાત 2018માં થઇ હતી. ક્લિયોઢનની માતાનું નિધન થયું ત્યારે માર્ક તેની પાસે ત્રણ દિવસ રોકાયો હતો. આ ત્રણ દિવસમાં જ બંને વચ્ચે પ્રેમ પાંગરયો હતો. કાસગ્રોવે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં મારા જન્મદિવસે મને ઘુંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. આ બાદ મને વીંટી પણ પહેરાવી હતી. ક્લિયોઢના કાસગ્રોવનાં બોયફ્રેન્ડનું નામ માર્ક અમોસ હતું. બંને ઘણા સમયથી રિલેશનમાં હતા. આ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યા હતો. પરંતુ થોડા મહિનાઓ પછી ક્લિયોઢને ખબર પડી કે, તેનો બોયફ્રેન્ડ કોમન વેરિએબલ ઇમ્યુનોડેફિસિયન્સી નામની બીમારીથી પીડિત છે. આ બીમારીને કારણે માર્કના ફેફસાંને નુકસાન થયું હતું.
કાસગ્રોવે કહ્યું કે અમે બંને ઘણીવાર ત્રણ સંતાનો અંગે વિચારતા હતા. પરંતુ માર્કની માંદગીને કારણે અમારે એક જ બાળક હતું. અમારી પુત્રી ડાર્સીનો જન્મ 18 ફેબ્રુઆરી 2021ના રોજ થયો હતો. પરંતુ, તે જ મહિનામાં માર્કને છાતીમાં ચેપ લાગ્યો હતો, જે પછી માર્કને ન્યુમોનિયા થયો હતો. આ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમને ગ્રાન્યુલોમેટસ લિમ્ફોસાયટીક ઈન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ નામની દુર્લભ ફેફસાની બીમારી હોવાનું નિદાન થયું હતું. તેને ખબર પડી ગઇ હતી કે, માર્ક પાસે વધુ સમય નથી. 6 જૂને, જ્યારે તેની પુત્રીનું નામકરણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે માર્કે કુટુંબના ફોટા માટે શ્વાસની નળીની એક બાજુથી નીચે કરી દીધી હતી. આ પછી બીજા જ અઠવાડિયે માર્કને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. 10 દિવસ પછી જાણવા મળ્યું કે માર્કનાં ફેફસા ખરાબ થયા હતા અને હૃદયની આસપાસ પ્રવાહી એકઠું થયું હતું. ત્યારબાદ માર્કને પૈલિએટિવ કેરમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરો પણ કંઈ કરી શક્યા ન હતા.
20 સપ્ટેબર 2021 નાં માર્કનો 26મોં બર્થ ડે હતો, આ દરમિયાન પરિવારજનોને ડર હતો કે માર્કનું મોત નજીક છે. તેની સારવાર માટે તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રસ્તામાં તે તેનું પ્રિય ગીત ‘એવરી ટાઈમ આઈ સે ગુડબાય’ ગાતો હતો. ત્રણ કલાક પછી માર્કનું મૃત્યુ થયું હતું.
કાસગ્રોવે માર્કના મૃત્યુ બાદ કહ્યું હતું કે, અમને ક્યારેય લગ્ન કરવાનો મોકો મળ્યો નથી, તેથી તેણે પાદરીને તેમના આશીર્વાદ સમારોહનું કહ્યું હતું . આ પછી તેણે માર્કને વીંટી પહેરાવી અને પોતે પણ વીંટી પહેરી હતી.પછી એ પણ વચન આપ્યું કે તે તેના બાકીના જીવન માટે માર્કને પ્રેમ કરતી રહેશે. માર્કને ત્રણ દિવસ પછી દફનાવવામાં આવ્યો હતો. કાસગ્રોવે કહ્યું કે તે ભલે છોડીને ગયા હોય પરંતુ તે હજી પણ પોતાને માર્કની પત્ની માને છે. કાસગ્રોવે જણાવ્યું હતું કે માર્કે છેલ્લા દિવસોમાં તેના મોબાઈલ પર ઘણા વીડિયો બનાવ્યા હતા, જે તે તેની પુત્રીને બતાવે છે.