રંગ બદલવો એ શબ્દ આમ તો માણસના લાભ અને લોભ માટે કરાતા વર્તનને કટાક્ષ ભાવે વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જો કે ઘણાં એવા પક્ષીઓ, સરીસૃપો છે કે જે વાસ્તવમાં તેમના શરીરનો રંગ બદલી શકે છે. હાલ સોશિયલ મીડિયા પર એક ચકલીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કારણ કે વીડિયોમાં દેખાય છે કે, આ ચકલી દરેક સેકન્ડે પોતાના રંગ બદલે છે. આશ્ચર્યની સાથે લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં દેખાતી ચકલી હકીકતમાં હમિંગ બર્ડ છે. આ હમિંગ બર્ડ એક વ્યક્તિના હાથ પર બેઠું છે અને પોતાનો રંગ બદલી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો દરેક વ્યક્તિ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ વીડિયોમાં તમે હમિંગ બર્ડને રંગ બદલતાં જોઈ શકો છો. હમિંગ બર્ડને દરેક સેકન્ડે રંગ બદલતું જોઈને બધા હેરાન છે. કલર બદલતું આ હમિંગ બર્ડ બધાને ગમી રહ્યું છે અને લોકો આ વીડિયોને લાઈક અને શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હમિંગ બર્ડ એ રીતે રંગ બદલી શકે છે જે રીતે કાચીંડો પોતાનો રંગ બદલી શકે છે. હમિંગ બર્ડ ક્યારેક ઘેરા લીલા રંગનું, ક્યારેક ગુલાબી રંગનું અને ક્યારેક કાળા રંગમાં પોતાનો રંગ બદલી શકે છે. ઘણા લોકો એ નહીં જાણતા હોય કે, આ પક્ષી હમિંગ બર્ડની સુરકવ પ્રજાતિનું છે. આ પક્ષી પોતાના માથાને ડાબાથી જમણા તરફ ફેરવીને રંગ બદલી શકે છે.