ક્રિકેટ એ અનિશ્ચિતતાઓથી ભરેલી રમત છે, એવું નિષ્ણાંતો કહેતાં આવ્યા છે. મેચ દરમિયાન કેટલા ટ્વીસ્ટ એન્ડ ટર્ન આવે એ કહી શકાતું નથી. કોઇ બેટ્મેન ઘાતક બોલિંગ કરીને તો કોઇ બોલર અકલ્પનીય રીતે રન બનાવી વિક્રમ સર્જતો જોવા મળે છે. હાલ રમાઇ રહેલી તામિલનાડુ પ્રિમિયક લીગમાં પણ એક કરિશ્મા જોવા મળ્યો. મુરલી વિજય એ તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL 2022)માં ધમાલ મચાવી દીધી છે.
મુરલીએ TNPLની 19મી મેચમાં પોતાની બેટિંગથી 66 બોલમાં 121 રનની તોફાની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગમાં મુરલીએ 12 સિક્સ અને 7 ફોર ફટકારીને ફેન્સનું દિલ જીતી લીધું હતું. મુરલીની આ ઈનિંગે ફરી એક વખત ફેન્સને જુના દિવસોની યાદ અપાવી છે. નેલ્લઈ રોયલ કિંગ્સની સામે વિજયે તોફાની ઈનિંગ રમી હતી. મેચમાં નેલ્લઈ રોયલ કિંગ્સે પ્રથમ બેટિંગ કરી હતી અને 2 વિકેટ પર 236 રન બનાવ્યા હતા ત્યારબાદ રબી વોરિયર્સ ટીમ તરફથી રમતા મુરલીએ ધમાકેદાર ઈનિંગ રમી હતી. જો કે, તેમની આ ઈનિંગ ટીમને જીત નહોતી અપાવી શકી પરંતુ તમિલનાડુ પ્રીમિયર લીગ જોનારા ફેન્સની ખુશીનો પાર નહોતો રહ્યો.
આ મેચમાં રબી વોરિયર્સને 66 રનથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ મુરલી વિજયની ઈનિંગ ખૂબ જ ચર્ચામાં રહી હતી. નેલ્લઈ રોયલ કિંગ્સ તરફથી સંજય યાદવે 55 બોલમાં 103 રન બનાવ્યા હતા. જેમાં ઈનિંગમાં તેમણે 9 સિક્સ અને 6 ફોર ફટકાર્યા હતા. આ ઉપરાંત બાબા અપરાજિતે પણ તોફાની અંદાજમાં બેટિંગ કરતા 55 બોલમાં 103 રન બનાવ્યા હતા. બંને ઈનિંગ્સના આધારે નેલ્લઇ રોયલની ટીમે 20 ઓવરમાં 2 વિકેટ પર 236 રન બનાવ્યા હતા.
બીજી તરફ મુરલી વિજયની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 170 રન જ બનાવી શકી હતી. મેચમાં માત્ર વિજય જ એવો બેટ્સમેન રહ્યો હતો જેણે 66 બોલમાં 121 રન ફટકાર્યા હતા અને રબી વોરિયર્સ ટીમને મેચમાં બનાવી રાખી હતી.

ઇનિંગમાં મુરલી વિજયનું રોદ્ર રૂપ જોવા મળ્યું, તેણે મેદાનની ચારે બાજુ 12 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. મુરલી વિજયે પોતાની ઈનિંગ દરમિયાન 57 બોલ પર સદી પૂરી કરી હતી અને પોતાની ઈનિંગમાં તેણે 121 રન બનાવ્યા હતા. જેમાં માત્ર બાઉન્ડ્રીથી 100 રન બનાવ્યા હતાં. મુરલી વિજયે પોતાની ઈનિંગમાં 12 સિક્સ અને 7 ફોર ફટકાર્યા હતા. એટલે કે, 19 બોલ પર તેની બેટિંગથી ફોર અને સિક્સનો વરસાદ થયો હતો. એટલે કે, તેણે પોતીની ઈનિંગમાં 100 રન માત્ર ફોર અને સિક્સથી 19 બોલમાં બનાવી દીધા હતા. મુરલી વિજયનું આ રોદ્ર સ્વરૂપ ચોક્કસપણે સોશિયલ મીડિયા પર સુનામી લાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, મુરલી વિજય 2 વર્ષથી સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર હતો. પરંતુ આ વખતે તમિલનાડુ પ્રીમિયર લીગમાં તેણે પુનરાગમન કર્યું અને પોતાની બેટિંગથી ધમાલ મચાવી દીધી હતી.