5G સ્પેક્ટ્રમ ની હરાજી હવે અંતિમ તબક્કામાં છે. સરકાર શક્ય તેટલી વહેલી તકે દેશમાં 5G શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં હવે દિલ્હીથી મોટા સમાચાર આવ્યા છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશનું પ્રથમ 5G સજ્જ એરપોર્ટ બન્યું છે કારણ કે અહીં 5Gનું પ્રથમ વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ પરીક્ષણ TRAIની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના કંડલા પોર્ટ ઉપર પણ 5G ટેસ્ટીંગ કરાયાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે આ પરીક્ષણો 5Gની કનેક્ટિવિટીમાં કોઈ સમસ્યા ન આવે આ હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ખર્ચ ઘટાડવા માટે હાલ ઉપલબ્ધ એવા ઇન્ફ્રાક્ટ્રક્ચરનો કંઇ રીતે વધુંમાં વધું ઉપયોગ કરી શકાય એ પણ જોવામાં આવી રહ્યું છે. 5G નેટવર્ક વિના વિધ્ને શરૂ થાય એ માટે કવાયત કરાઇ રહી છે. આ પ્રકારના ટેસ્ટીંગથી કોઇ તકનીકી કે માળખાકીય સમસ્યા હોય તો તેને જાણી શકાય અને દુરસ્ત કરી શકાય છે.
જીએમઆરની સાથે કંડલા પોર્ટ પર 5જીનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કંડલાના દીનદયાલ પોર્ટ પર હાથ ધરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે, ટેલિકોમ સેવા પ્રદાતા દ્વારા 5G નાના સેલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના પરિણામો પણ ટ્રાઈ દ્વારા જોવામાં આવી રહ્યા છે અને કંડલા પોર્ટ 5G સજ્જતાનું પરીક્ષણ કરનાર દેશનું પ્રથમ બંદર પણ બન્યું છે.
તે જ સમયે, સ્પેક્ટ્રમની ફાળવણી અંગે, ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારતમાં 5G સેવા 2022 ના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5G સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા 26 જુલાઈ સુધી પૂર્ણ થઈ શકે છે. તેમણે કહ્યું છે કે એવી આશા રાખી શકાય છે કે વર્ષના અંત સુધીમાં ભારતમાં 5G નેટવર્ક શરૂ થઈ જશે.