દહાણુમાં ઉપ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતાં IFS અધિકારી મધુ મિઠાએ આ ફોટો ટ્વિટ કર્યો છે. વન્ય જીવન કેવું અચરજભર્યું હોય છે તેની સાબિતી તો આ તસવીરમાં છે જ, પરંતુ એથીય વખાણવા જેવી વાત એ છે કે જે પણ ફોટોગ્રાફરે આ દ્રશ્ય ક્લિક કર્યું હશે, તેની સેન્સ ઓફ ટાઇમિંગ કેટલી જબરદસ્ત હશે!
આ દોડ છે. જીવ અને જીવન માટેની. શહેર હોય કે જંગલ બધે જ અવિરત આ દોડ ચાલતી રહે છે. હરણે ‘જીવ’ બચાવવા દોડવું પડશે અને ચિત્તાએ ‘જીવન’ બચાવવા. દુનિયામાં દરેક વ્યક્તિ કંઇક આવી જ અદ્રશ્ય દોડનો સ્પર્ધક છે. એકની જીત બીજાની હાર, એકની નિષ્ફળતાં બીજાની સફળતાં. અહીં દોડવું ફરજીયાત છે. કોઇએ જીવ બચાવવા એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે દોડવાનું છે, તો કોઇએ જીવન બચાવવા એટલે કે પોષણ માટે, સફળતા માટે. જે થાકે તેની એની એક્ઝિક્ટ નક્કી. સ્પર્ધા કોઇપણ હોય નિયમ એક જ છે, દોડતાં રહો…..