વાસ્તુશાસ્ત્રમાં ઘરની બનાવટ ઉપરાંત સજાવટ માટે પણ ઘણાં નિતિનિયમો કહો કે માર્ગદર્શનો અપાયા છે. ઘરના કયા ખૂણે કહો કે દિશામાં કયો છોડ વાવો, કયું ઝાડ રોપવું એ અંગે ઉંડી અને વિસ્તૃત સમજ આપવામાં આવી છે. આપણાં જીવન ઉપર અસર કરતી ઘણી બાબતોનો ઉલ્લેખ છે. આપણે મહત્તમ સમય વિતાવીએ છીએ એ ઘરની અંદર જ નહીં ઘરની આસપાસની વસ્તુઓ સાથે સંબંધિત વાસ્તુ નિયમ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુમાં આવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે. આ સિવાય વાસ્તુમાં છોડ માટે ઘણી મહત્વની વસ્તુ ટિપ્સ આપવામાં આવી છે.

વાસ્તુમાં કેટલાક એવા છોડ પણ જણાવવામાં આવ્યા છે જે ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. વધુમાં, તેઓ આરોગ્ય પર પણ અસર કરે છે. ઘણીવાર લોકો ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે. જોકે એવું કહેવાય છે કે ક્રાસુલા પ્લાન્ટ મની પ્લાન્ટ કરતાં વધુ ઝડપથી અસર દર્શાવે છે. ક્રેસુલાનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે. તે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુએ મૂકવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં ધન જળવાઈ રહે છે. આ સાથે પરિવારમાં ખુશીઓ પણ બની રહે છે.
ઓફિસમાં તણાવમુક્ત રહેવા માટે, પ્રમોશન માટે કાર્યસ્થળમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્રેસુલાનો છોડ રાખો. તેનાથી વ્યક્તિને સફળતા પણ મળશે.
વાસ્તુશાસ્ત્રમાં તેને ધનનો છોડ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી દરેક આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે અને આવકના નવા સ્ત્રોત ખુલે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ મની પ્લાન્ટ કરતાં પણ વધુ શુભ છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલાક છોડ એવા છે જે ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવાની સાથે-સાથે આર્થિક સ્થિતિને પણ સારી બનાવવામાં મદદરૂપ થાય છે. કહેવાય છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
ક્રેસુલા ઓવાટાને લકી પ્લાન્ટ, મની પ્લાન્ટ જેડ પ્લાન્ટ અથવા મની પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નાના સફેદ અને ગુલાબી ફૂલો સાથે રસદાર છોડ હોવાનું કહેવાય છે. ફેંગશુઈમાં તેનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ છોડને ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે.