મુંબઈ : 4 સપ્ટેમ્બરના રોજ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘર નજીક કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું. સલામતીના તમામ પરિમાણોમાં પરિપૂર્ણ કહેવાતી કારમાં હોવા છતાં તેઓ આ અકસ્માતમાં બચી ન શક્યા. અકસ્માત અને તે જીવલેણ સાબિત થયો એ માટે બે તારણો બહાર આવ્યા. એક તો ઓવર સ્પીડ અને બીજુ સીટબેલ્ટ બાંધવામાં બેદરકારી કહો કે આળસ. સીટ બેલ્ટ બાંધ્યો હોત તો કદાચ આજે સાયરસ જીવીત હોત.

ટાટા ગૃપના પૂર્વ ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રિ માર્ગ અકસ્માતમાં માર્યા ગયા. આ સમાચાર સામે આવ્યા સાથે જેથી આખો દેશ શોકની લહેરમાં હતો. સાયરસ મિસ્ત્રીએ, જે લક્ઝુરિયસ મર્સિડિઝ ગાડીમાં પાછળ બેઠા હતા, તેમણે બેલ્ટ લગાવ્યો ન હતો. સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાથી એર બેગ્સ સહિતના સેફટી ફિચર્સ એક્ટિવ ના થયા. પરિણામે તેઓ આ અકસ્માતનો શિકાર બન્યા હતા. ત્યારબાદથી સીટ બેલ્ટના મહત્વ પર ખૂબ ડિબેટ થઇ રહી છે. આ દરમિયાન સરકારે શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો છે અને એક પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ અમેઝોનને જાણ કરી કે તે પોતાની સાઇટ પર ‘એલાર્મ બ્લોકર્સ’ને (Alarm Blockers) વેચવાનું બંધ કરી દે. રોયટર્સને આપેલા એક ઇન્ટરવ્યુંમાં નિતિન ગડકરીએ કહ્યું કે અમેઝોન પરથી ક્લિપ્સ ખરીદી લે છે જેનો ઉપયોગ સીટ બેલ્ટના એલાર્મને બ્લોક કરવામાં થાય છે. અમેઝોનને આ પ્રોડક્ટનું વેચાણ બંધ કરવાને લઇને નોટિસ મોકલવામાં આવી છે.
NCRB 2021 રિપોર્ટ અનુસાર ભારતમાં રોડ અકસ્માતોના લીધે 1,55,622 મોત થયા છે અને તેમાંથી 69,240 અકસ્માત ટૂ વ્હીલર્સના થયા છે. World Bank ના એક રિપોર્ટ અનુસાર ભારતનો ડેથ ટોલ રેકોર્ડ દર ચાર મિનિટે એક ડેથ થાય છે.