શ્રાવણ મહિનામાં શિવભક્તોની કાવડ યાત્રાનું વિશેષ મહત્વ હોય છે. તેઓ પવિત્ર નદીઓના નીર કળશમાં લઇ પ્રસિધ્ધ ઐતિહાસિક શિવાલય સુધી પગપાળા યાત્રા કરી પહોંચે છે. રાત્રે કળશ લઇ નીકળતાં કાવડિયા વહેલી સવારે મંદિરે પહોંચી શિવલીંગ ઉપર અભિષેક કરી ધન્યતાં અનુભવે છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલુ થઇ ગયો છે. ત્યાં કાવડિયાઓના હર હર મહાદેવના નાદથી રોડ ગૂંજી રહ્યા છે. દરવરસે લાખો કાવડિયાઓ નીકળતાં હોય તેમની સરક્ષા માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આમ છતાં કોઇને કોઇ અકસ્માત થતાં રહે છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો.
હાથસરમાં સદાબાદ રોડ પર સ્થિત સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પાસે શુક્રવારે જેમાં એક ડમ્પરે ગંગાજળ લઈને જઈ રહેલા 8 કાવડિયાઓને કચડી નાખ્યા હતા અને તેમાંથી 5ના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે આ ઘટનામાં અન્ય લોકો ઘાયલ થયા હતા અને તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.જ્યારે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. મૃતકો ગંગા જળ લઈને હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકો ગંગાજલ લઈને હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા અને પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને સારવાર માટે આગ્રા મોકલવામાં આવ્યા છે અને જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.બીજી તરફ ઘટનાની જાણ થતાં જ એડીજી આગ્રા ઝોન અને આઈજી અલીગઢ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બાંગી ખુર્દ પોલીસ સ્ટેશન, ઉટિલા જિલ્લા, ગ્વાલિયર, મધ્યપ્રદેશના રહેવાસી છે.
5 મૃતકોમાંથી એક મૃતકની ઓળખ થઈ નથી . પોલીસે કહ્યું છે કે આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે તમામ લોકો ગ્વાલિયરના રહેવાસી છે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 5 કાવડિયાઓનું મૃત્યુ નીપજ્યું છે. જેમાંથી એક મૃતકની ઓળખ થઈ નથી