દરેક ગ્રહોની પોતાની ચાલ અને પ્રભાવ હોય છે. ગ્રહો પોતાની ગતિ અનુસાર જુદી જુદી રાશિમાં ભ્રમણ કરતાં રહે છે. સૌથી ધીમી ચાલ શનિદેવની હોવાનું કહેવાય છે. રશિદેવનું રાશિ પરિવર્તન જે તે રાશિના જાતકોને વિશેષ પ્રભાવિત કરતું જોવા મળે છે. 5 જૂને શનિદેવ કુંભ રાશિમાં વક્રી થશે. એટલે એક રાશિ પાછળ જઇને તેમની ગતિ વધારે ધીમી થઈ જશે. તે પછી 12 જુલાઈએ ફરીથી મકર રાશિમાં આવી જશે અને આખું વર્ષ મકર રાશિમાં રહેશે. તેના પછીના વર્ષે 17 જુલાઈ 2023ના રોજ ફરીથી શનિ કુંભ રાશિમાં આવી જશે. શનિદેવની વક્રી ચાલની અસર દેશ-દુનિયા સહિત બારેય રાશિઓ ઉપર રહેશે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, શનિ લગભગ અઢી વર્ષ પોતાના ઘરમાં રહેશે. જેથી દેશ માટે આ ફેરફાર ફાયદો આપનાર રહેશે. અનાજનો સારો પાક થશે અને બજારમાં તેજી આવવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રગતિ થશે, પરંતુ પ્રાકૃતિક આપત્તિઓ પ્રભાવિત કરી શકે છે. આ વર્ષે શનિદેવ વક્રી થઈને મકર રાશિમાં ફરીથી આવી જશે. જેના અશુભ પ્રભાવથી આતંકી ઘટનાઓ વધી શકે છે. મહત્ત્વપૂર્ણ પદ ધરાવતા લોકોએ સુરક્ષા અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.
અશુભ અસર સામે જ્યોતિષીના ઉપાયો : શનિ મહારાજનું આ પરિવર્તન કેટલાકને ફળશે તો કેટલાકે સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. શિનીની અશુભ અસરથી બચવા માટે રોજ ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. શનિ મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવો. શનિદેવને તલનું તેલ અને કાળા અડદ ચઢાવો. ઘોડાની નાળનો છલ્લો મીડલ ફિંગરમાં પહેરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. રોજ સવારે જલ્દી પીપળાના ઝાડ ઉપર કાળા તલ મિક્સ કરેલું પાણી ચઢાવો.
આજે શુક્રવારે ચોથ અને સર્વાર્થસિદ્ધિ યોગ…
3 જૂનના રોજ જેઠ મહિનાના સુદ પક્ષની ચોથ છે. આ દિવસે શુક્રવાર, ચોથ અને સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. 2 જૂનના રોજ નૌતપા પણ પૂર્ણ થઈ જશે. ચોથના દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. શુક્રવારે મહલક્ષ્મીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. સાથે જ શુક્ર ગ્રહ માટે પણ આ દિવસે ખાસ શુભ કામ કરી શકાય છે.જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચોથના દિવસે સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી કોઈ ગણેશ મંદિરમાં જવું અથવા ઘરના મંદિરમાં પૂજાની તૈયારી કરવી જોઈએ. ભગવાન સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ.ભગવાન ગણેશનો અભિષેક કરો. ગણેશજીને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ, વસ્ત્ર વગેરે શુભ વસ્તુઓ ચઢાવો. આ રીતે પૂજા-પાઠ, જપ-તપ કરવાથી સારા ફળની પ્રાપ્તિ થતી હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે.