*પૂનમે ચંદ્ર પૃથ્વીથી સામાન્ય રીતે 27139 કિમી વધારે નજીક હશે.
*સામાન્ય રીતે ચંદ્રનું પૃથ્વીથી અંતર 384403 જેટલું છે.
13 જુલાઇના રોજ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ અને શિષ્યની પરંપરા ધરાવતા ભારત દેશમાં આ પર્વનું ધાર્મિક દ્વષ્ટીએ ખૂબ મહત્વ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુ પૂર્ણિમાની રાત્રે અવકાશમાં કંઇક અલગ જ નજારો જોવા મળશે. ચંદ્રમાં પૃથ્વીની સૌથી નજીક હશે આથી ચંદ્રનો આકાર સામાન્ય કરતા 14 ગણો મોટો દેખાશે. એટલું જ નહી 30 ટકા વધારે ચળકતો પણ હશે. તેને બક સુપરમૂન અથવા થંડર મૂન પણ કહેવામાં આવે છે. નોંધપાત્ર રીતે, જ્યારે ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય ત્યારે સુપરમૂન દેખાય છે. જો કે, ચંદ્રનું આ સ્વરૂપ ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે જોવા મળશે. નાસા અનુસાર, ચંદ્રનું આ સ્વરૂપ આગામી ત્રણ-ચાર દિવસ સુધી જોવા મળશે.

ખગોળશાસ્ત્રમાં આ ઘટનાને સુપર મૂન કે બક મૂન કહેવામાં આવે છે. આ ખગોળીય ઘટના સમયે ચંદ્રનું પૃથ્વીથી અંતર 357264 કિમી જે સૌથી ઓછું હશે. સામાન્ય રીતે ચંદ્રનું પૃથ્વીથી અંતર 384403 છે. એ હિસાબે ચંદ્ર 27139 કિમી વધારે નજીક હશે. ખગોળ વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર પૂનમની અસર 3 દિવસ સુધી રહે છે અને 14 જુલાઇના રોજ ચંદ્રને સ્ટ્રોબેરી મૂન કહેવામાં આવે છે.
ચંદ્રમાં આકાશમાંથી રાઇઝ થાય અને સેટ થાય ત્ચારે આકાર મોટો દેખાય છે. આ વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓ માનતા હતા કે આપણે આપણી દ્વષ્ટી રેખાની અંદર વસ્તપઓને સાપેક્ષ આકારની તુલના કરીએ છીએ. વૃક્ષો ,પહાડ અને ઇમારતો ચંદ્રમાં મોટો હોવાનો ભ્રમ પેદા કરાવે છે.
જો કે આ ઓબ્જકટ ના હોય તો પણ ચંદ્વ મોટો દેખાય છે તે એક હકિકત છે. પ્રાપ્ત માહિતી અનુસાર 13 જુલાઇના રાત્રે 12.08 વાગે ચંદ્રનો આકાર વિશાળ હશે. વર્ષમાં આટલો વિશાળ અને પ્રકાશમાન ચંદ્ર કોઇ પૂનમે હશે નહી. જો કે સમગ્ર દેશમાં વરસાદી માહોલ છે. લો પ્રેશર સર્જાવાથી આકાશ વાદળોથી ઢંકાયેલું છે. આથી ચંદ્રમાં વાદળોમાં છુપાએલો રહે તે શકય છે.

13 જુલાઈના સુપરમૂનને બક સુપરમૂન કેમ કહેવામાં આવે છે?
જો કે સુપરમૂનની વ્યાખ્યા નથી, પરંતુ પૂર્ણ ચંદ્ર જે પૃથ્વીની નજીકની કક્ષામાં હોવાને કારણે મોટો દેખાય છે તેને સુપરમૂન કહેવામાં આવે છે. તેને બકમૂન પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસોમાં જ્યારે આ ચંદ્ર દેખાય છે, ત્યારે સામાન્ય રીતે હરણના નવા શિંગડા આવતા હોય છે. તેને થંડરમૂન પણ કહેવામાં આવે છે કે આ દિવસોમાં ઘણા તોફાનો આવે છે.
નોંધનીય બાબત એ છે કે સુપરમૂન વર્ષમાં માત્ર ત્રણથી ચાર વખત દેખાય છે. વાસ્તવમાં, એક વર્ષમાં અને કોઈ પણ સમયે પૂર્ણ ચંદ્ર પૃથ્વીની આટલી નજીક આવતો નથી. માર્ગ દ્વારા, દર 27 દિવસે તેની ભ્રમણકક્ષા પૂર્ણ કર્યા પછી, ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકના બિંદુએ પહોંચે છે. આ સુપરમૂન 13 જુલાઈના રોજ સવારે 12.07 વાગ્યાથી જોઈ શકાશે. આ વર્ષનો પહેલો સુપરમૂન 14 જૂને જોવા મળ્યો હતો. તે સ્ટ્રોબેરી સુપરમૂન હતો. તે સમયે ચંદ્ર પૃથ્વીથી માત્ર 3,63,300 કિમી દૂર હતો.