અમેરિકાના મિઝોરીમાં એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો છે. જેમાં અનેક મુસાફરોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટના સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, સીટી, લોસ એન્જલસથી શિકાગો જતી સાઉથવેસ્ટ ચીફ ટ્રેન 4, BNSF ટ્રેક પર પૂર્વ તરફ જતી વખતે એક ટ્રક સાથે અથડાઈ હતી. જે બાદ ટ્રેનના 8 કોચ અને 2 એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના મિસૌરી નજીક મેન્ડોનમાં બની હતી.
આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 50 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ટ્રેનમાં લગભગ 243 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. રાજ્યના ગવર્નર માઈક પાર્સને પણ ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ચેરિટોન કાઉન્ટી એમ્બ્યુલન્સ સર્વિસના સુપરિન્ટેન્ડેન્ટ એરિક મેકેન્ઝીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે ઘણા લોકોના મોતના અહેવાલ છે. મિઝોરી સ્ટેટ હાઈવે પેટ્રોલ ટ્રુપ બીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અધિકારીઓ હજુ પણ મૃત્યુઆંક જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે ટ્રેન ડમ્પ ટ્રક સાથે અથડાઈ ત્યારે નાની ઈજાગ્રસ્તોની સારવાર માટે એક શાળાને ટ્રાયજ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
ઘટના અંગે વધુ વિગતો આપતા કંપનીએ જણાવ્યું હતું કે સ્થાનિક સત્તાવાળાઓ પીડિતોને મદદ કરી રહ્યા છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી ઇન્સિડેન્ટ રિસ્પોન્સ ટીમ સક્રિય કરવામાં આવી છે અને અમે અમારા મુસાફરો, અમારા કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ કરવા માટે ઘટનાસ્થળે ઇમરજન્સી કર્મચારીઓને તૈનાત કરી રહ્યા છીએ. મુસાફરો અને કર્મચારીઓને કોઈપણ પ્રકારની મદદ માટે કંપની દ્વારા ટોલ ફ્રી નંબર- 800-523-9101 જારી કરવામાં આવ્યો છે.