ભારતીય ક્રિકેટ ટીમ ઇગ્લેન્ડના પ્રવાસે છે. અહીં પ્રેક્ટીસ મેચ ચાલી છે, ત્યારે ટીમ ઇન્ડીયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઇંગ્લેન્ડ સામે ફરીથી નિર્ધારિત ટેસ્ટ મેચ (ENG vs IND ટેસ્ટ)ના થોડા દિવસો પછી રમાશે. બીસીસીઆઈએ રવિવારે સત્તાવાર નિવેદન જારી કરીને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. બીસીસીઆઈએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા શનિવારે કરવામાં આવેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) બાદ કોવિડ-19 માટેના ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. તે હાલમાં ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે અને BCCI મેડિકલ ટીમના દેખરેખ હેઠળ છે. .

સિરિઝ રમવા ઇગ્લેન્ડ પહોંચેલા રોહિતે લેસ્ટરશાયર સામે રમાઈ રહેલી ચાર દિવસીય વોર્મ-અપ મેચમાં ભારતીય ટીમનો ભાગ રોહિતે ગુરુવારે પ્રથમ દાવમાં બેટિંગ કરી હતી પરંતુ શનિવારની બીજી ઈનિંગ દરમિયાન તે મેદાનમાં ઉતર્યો ન હતો. વોર્મ-અપ મેચની પ્રથમ ઇનિંગમાં આઉટ થતા પહેલા તેણે 25 રન બનાવ્યા હતા. ભારત હાલમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ વર્ષની શરૂઆતમાં રોહિતે ઘરઆંગણે શ્રેણીમાં સુકાની તરીકે શ્રીલંકાને 2-0થી હરાવ્યું હતું. જો તે એજબેસ્ટન ખાતેની મેચ પહેલા સ્વસ્થ થઈ જાય છે, તો તે કેપ્ટન તરીકે વિદેશમાં તેની પ્રથમ ટેસ્ટ હશે. ભારત 1 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામે નિર્ધારિત ટેસ્ટ રમશે.
ગયા વર્ષે વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે પાંચ મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે 2-1થી લીડ મેળવી હતી. ભારતીય કેમ્પમાં કોવિડ-19ના કેસ આવવાને કારણે શ્રેણીની પાંચમી ટેસ્ટ રમાઈ શકી નથી. જે બાદ BCCI અને ECBએ આ વર્ષની બાકીની ટેસ્ટ ફરીથી શેડ્યૂલ કરી છે.
આ ટેસ્ટ પછી ભારત ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણી અને સમાન સંખ્યાની મેચોની ODI શ્રેણી રમશે.