મોહંમદ પયંગર અંગે આપત્તીજનક ટિપ્પણી કરનારી નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ શેર કરનારા ઉદેપુરના ટેલરની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા જેહાદી અને તેના તાર આતંકીઓ સાથે જોડાયેલા હોવાનું બહાર આવતં કેસની તપાસ NIAને સોંપી દેવામાં આવી હતી. NIA અને ATS ની એક ટીમે દરજી કન્હૈયા લાલની નૃશંસ હત્યાના ચારેય આરોપીઓની કસ્ટડી મેળવ્યા બાદ તેમને જયપુરની એક કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટમાં એ સમયે એકઠાં થઇ ગયેલા ટોળાએ આક્રોશમાં આવી સૂત્રોચ્ચાર કરવા સાથે આરોપીઓનો ટપલીદાવ કર્યો હતો. અચાનાક હલ્લાબોલ થતાં સુરક્ષાકર્મીઓ દોડતાં થઇ ગયા અને ચારેયને ટોળામાંથી બચાવી સુરક્ષિત સ્થાને લઇ ગયા હતાં.

જેહાદી હત્યારાઓને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં આરોપીઓને લઇને પોલીસ ટુકડી એટીએસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાર્યાલય પહોંચી. અહીં એનઆઇએની ટીમે એટીએસ પાસેથી તમામ પુરાવા જમા કરાવ્યા. ત્યારબાદ દરજી કન્હૈયા લાલ હત્યાકાંડના બે મુખ્ય આરોપીઓ મોહમંદ રિયાઝ અખ્તરી, ગૌસ મોહમંદ અને તેમના સાથી આસિફ અને મોહસિનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુરક્ષાના કારણોથી કોર્ટ અને શહેરના વિદ્યારોમાં વધારાની પોલીસ ગોઠવવામાં આવી હતી.
જોકે આ દરમિયાન કોર્ટ પરિસરમાં બે આરોપીઓની સાથે ગાળાગાળી અને જોરદાર ટપલીદાવ થયો હતો. આ દરમિયાન વકીલોને આરોપીના વિરૂદ્ધ જોરદાર નારેબાજી કરી અને બંને આરોપીઓ સાથે મારઝૂડ કરી. આ દરમિયાન સુરક્ષા ઘેરાને પણ તોડવામાં આવ્યો. આરોપી પર પાણીની બોટલો ફેંકવામાં આવી. વકીલોએ ભારત માતા કી જય. દેશના ગદ્દારોને ફાંસી આપો, રાજસ્થાન પોલીસ એન્કાઉન્ટ કરો, અમે તમારી સાથે છીએના નારા લગાવ્યા. કન્હૈયાલાલની હત્યા બાદ કટ્ટરવાદીઓએ પાકિસ્તની સભ્યો ધરાવતાં એક વોટ્સએપ ગૃપમાં મેસેજ કર્યા હતાં. કામ હોય ગયા એ પ્રકારના મેસેજ સાથે હત્યા સાથે શૂટ કરાયેલો વીડિયો પણ હતો. પોલીસ તપાસમાં આ વાત બહાર આવી હોવાથી પણ લોકોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી.

ઉદયપુરના કન્હૈયાલાલ હત્યાકાંડના કારણે સમગ્ર દેશમાં આક્રોશ છે. દેશ હત્યારાઓ માટે ફાંસીની સજાની માંગણી કરી રહ્યો છે. આ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉદયપુર હત્યાકાંડના સાક્ષીએ ઝી મીડિયા સાથે વાત કરી. હત્યાકાંડના સાક્ષીએ આંખોદેખી ઘટના જણાવી છે. આ સાક્ષીએ દુકાનામાં ઘૂસીને કેવી રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો તે આખી વાત રજૂ કરી છે.
કન્હૈયાલાલ હત્યાકાંડના આ સાક્ષીનું નામ ઈશ્વર ગૌડ અને રાજકુમાર છે. તેઓ કન્હૈયાલાલની દુકાનમાં કામ કરતા હતા. કન્હૈયાલાલ પર જ્યારે હુમલો થયો ત્યારે તે ત્યાં હાજર હતા. ઈશ્વરે જણાવ્યું કે આખરે 28 જૂનના રોજ શું થયું હતું? કેવી રીતે આ માથાભારે લોકો દુકાનમાં આવ્યા અને કન્હૈયાલાલ પર તાબડતોડ હુમલા કર્યા.
ઈશ્વર ગૌડે જણાવ્યું કે હું કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક કન્હૈયાલાલ પર જીવલેણ હુમલો થયો. હુમલા સમયે દુકાનમાં 3 લોકો હાજર હતા. જેવા હત્યારાઓએ ધારદાર હથિયારથી હુમલો કર્યો કે કન્હૈયાની બૂમો પડી ગઈ. તેમની ચીસો સાંભળીને ત્યાં બેઠેલો છોકરો ડરીને ભાગી ગયો. રાજકુમારે કહ્યું કે 2 આરોપી હથિયાર લઈને દુકાનમાં ઘૂસ્યા હતા. કપડાંનું માપ લેવા દરમિયાન એક આરોપીએ હુમલો કર્યો અને બીજો વીડિયો બનાવતો રહ્યો.તેમણે જણાવ્યું કે હત્યારાઓ કપડાં સિવડાવવાના બહાને દુકાનમાં પહોંચ્યા હતા. હુમલો થતા જ બજારમાં ભાગદોડ મચી ગઈ. ઈશ્વરે કહ્યું કે કન્હૈયાને મારી સામે જ મારી નાખવામાં આવ્યો. જ્યારે મે તેમને બચાવવાની કોશિશ કરી તો હત્યારાઓએ મારા ઉપર પણ હુમલો કર્યો. તે બંને જેહાદીઓ સતત ચાકૂથી વાર કરી રહ્યા હતા.