ઉદ્ધવ જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે તે 11 જુલાઈએ જ તેની સુનાવણી કરશે. ત્યારબાદ મહારાષ્ટ્ર સંબંધિત બાકીની અરજીઓ પર સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે શિવસેનાના ચીફ વ્હીપ સુનીલ પ્રભુ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ જૂથે કહ્યું કે આ મામલાની સુનાવણી થવી જોઈએ જેથી કરીને બંધારણની દસમી અનુસૂચિ અમલમાં રહે અને તેનું ઉલ્લંઘન ન થાય. જણાવી દઈએ કે ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે 16 બળવાખોર ધારાસભ્યો સામે અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરતી નોટિસ મોકલી હતી. શિડ જૂથે ડેપ્યુટી સીએમ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. અગાઉ, ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના આદેશ સામે ઉદ્ધવ જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું.
વિધાનસભા સત્ર એક દિવસ માટે સ્થગિત
મહારાષ્ટ્રમાં વિધાનસભાનું સત્ર એક દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. અગાઉ વિધાનસભાનું સત્ર 2જી અને 3જી જુલાઈએ બોલાવવામાં આવ્યું હતું. હવે તેને એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે વિધાનસભાનું સત્ર 3 અને 4 જુલાઇના રોજ યોજાશે.