મહારાષ્ટ્રની રાજનીતિ છેલ્લા પખવાડિયાથી દેશભરમાં ચાર્ચાનું કેન્દ્ર છે. લગભગ બે અઠવાડિયા પહેલા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો. આ પછી મહાવિકાસ આઘાડીની સરકાર પડી અને ભાજપે શિંદે જૂથની મદદથી સરકાર બનાવી. હવે કાર્યવાહી કરતા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનામાંથી બરતરફ કરી દીધા છે. શિવસેનાના સાંસદોના એક જૂથે શુક્રવારે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથેના તેમના મતભેદોનું સમાધાન કરવા જણાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ દાવો કર્યો છે કે બળવોગ્રસ્ત શિવસેનાના ઓછામાં ઓછા 12 લોકસભા સભ્યો તેમના સંપર્કમાં છે. ભાજપના એક નેતા અને એક કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં શિવસેનામાં વિભાજનની અસર લોકસભા પર પડશે તેમજ પાર્ટીના કુલ 19માંથી ઓછામાં ઓછા 12 લોકસભા સભ્યો પક્ષ બદલવા માટે તૈયાર છે.
શિવસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે મુંબઈમાં ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી શિવસેનાના સાંસદોની બેઠકમાં એક વરિષ્ઠ નેતાએ પક્ષના લાંબા ગાળાના હિતો માટે શિંદેના નેતૃત્વવાળા બળવાખોર જૂથ સાથે સમાધાનનું સૂચન કર્યું હતું. સૂચન અંગે ઠાકરેની પ્રતિક્રિયા જાણી શકાયું નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ત્રણ સાંસદોએ હાજરી આપી ન હતી – મુખ્ય પ્રધાન શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, ભાવના ગવલી અને રાજન વિચારે, જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સ્કેનર હેઠળ આવ્યા છે. શિવસેનાના લોકસભામાં 19 અને રાજ્યસભામાં ત્રણ સભ્યો છે.
કલ્યાણના લોકસભાના સભ્ય શ્રીકાંત પહેલેથી જ તેમના પિતાની છાવણીમાં જોડાઈ ચૂક્યા છે, જ્યારે યવતમાળના સાંસદ ભાવના ગવળીએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને હિન્દુત્વ અંગે પત્ર લખ્યો હતો. મેં બળવાખોર નેતાઓની ફરિયાદો પર વિચાર કરવા વિનંતી કરી હતી. રાજન વિચારે લોકસભામાં થાણે સીટનું પ્રતિનિધિત્વ કરે છે.