મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. આ સંકેત શિવસેના સાંસદ સંજય રાઉતે આપ્યા. સંજય રાઉતે કહ્યુ, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય સ્થિતિ વિધાનસભા ભંગ થવા તરફ વધી રહી છે. કોંગ્રેસના સમર્થન મુદ્દે નારાજ થયા બાદ મોરચો ખોલનારા શિંદે અને તેમના સમર્થક એવા ધારાસભ્યોને સમજાવવા, મનાવવાના શિવસેનાના તમામ પ્રત્યનો નિષ્ફળ નીવડ્યા હોવાનું સંજય રાઉતના આ નિવેદન કહો કે સંકેતના આધારે કહી શકાય એમ છે.

શિવસેના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુસીબતોને વધારી દીધી છે. એમએલસી ઇલેક્શનમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને મત આપવા મુદ્દે થયેલી તકરારે શિર્ષસ્થ નેતાઓમાં દરાર પાડી દીધી છે. મત ભેદ ધીરે ધીરે મનભેદમાં પરિવર્તીત થઇ ગયા હતાં. એકનાથ શિંદે શિવસેનાના બાગી ધારાસભ્યોને લઇ સુરત આવી પહોંચ્યા હતાં. અહીં કેટલીક મિટિંગ કર્યા બાદ તેઓ રાતોરાત ગુવાહાટી પહોંચી ગયા છે. શિંદેનો દાવો છે કે તેમની સાથે 40 ધારાસભ્ય છે. શિંદેની સાથે શિવસેનાના 33 અને અન્ય 7 ધારાસભ્ય છે. શિવસેનાના કેટલાક વધુ ધારાસભ્ય પણ શિંદે તરફ જઈ શકે છે.
બીજી તરફ શરદ પવારના ઘરે પવાર અને કમલ નાથની મિટિંગ ચાલુ છે, જેમાં તેઓ વિપક્ષમાં બેસવુ કે નવી ચુંટણી માગવી તે નક્કી કરી શકે તેમ છે.
આદિત્ય ઠાકરેનાં બાયોમાં ફેરફાર અને સંજય રાઉતનું નિવેદન. બંને સૂચવે છે કે ઉદ્ધવ રાજીનામાનાં મૂડમાં છે 1 વાગે કેબિનેટ મિટિંગ છે, એમાં કદાચ રાજીનામા તથા વિધાનસભા વિસર્જનની ભલામણની વાત થઈ શકે. આ મિટિંગ લાંબી ચાલે એવી શક્યતાં પણ વ્યક્ત કરાઇ હતી. જો કે આ મિટિંગ પહેલા ઉધ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થયાની વાત પણ વહેતી મૂકવામાં આવી હોય મામલો વધું ગૂંચવાઇ રહ્યાનું જણાય છે.