ગ્રીસમાં એક ગમખ્વાર હવાઇ દુર્ઘટના ઘટી છે. યુક્રેનનું એક માલવાહક વિમાન હવામાં સળગીને ગ્રીસના કવલા શહેર પાસે તૂટી પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું હતી. જાણકારી અનુસાર વિમાનમાં લગભગ આઠ લોકો સવાર હતા. સાથે જ સૂચના આપવામાં આવી છએ કે,આ વિમાન યુક્રેનની એક કંપનીનું એન્ટોનોવ એ-12 વિમાન હતું, જે સર્બિયાથી જોર્ડન જઈ રહ્યું હતું.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વિમાનના પાયલટે એન્જીનમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડીંગના સંકેત આપ્યા હતા, પણ ટેકનિકલી ખામી વધવાના કારણે વિમાનને સિગ્નલ ખોઈ દીધું. ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવેલા વીડિયો ફુટેજ દ્વારા સામે આવ્યું છે કે, આગની ચપેટોથી ઘેરાયેલું આ વિમાન લેન્ડીંગની કોશિશ કરે છે. પણ જમીન પર ઉતરે તે પહેલા આકાશમાં વિસ્ફોટમાં થઈ જાય છે.
દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર ફાયરની ગાડીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચી વિમાનના પ્રકારને લઈને પુષ્ટિ કરી શક્યા નથી. જો કે, શરૂઆતી સમાચારો અનુસાર વિમાનમાં આઠ લોકો સવાર હતા. સત્તાવાર નિવેદન અનુસાર આ દુર્ઘટના બાદ લગભગ 15 ફાયરકર્મીઓ અને સાત ગાડીઓ રાહત કાર્યમાં લગાવી દેવામાં આવી છે. હાલમાં એ સ્પષ્ટ થયુ નથી કે, વિમાનમાં લોડ કાર્ગો કેવા પ્રકારનું હતું. જો કે, આ દુર્ઘટના બાદ પહોંચેલી વિશેષ ટીમે કાર્ગોને સંવેદનશીલ સામગ્રી માનીને આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે.