વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મૂલાકાત ઘણાં પરિપ્રેક્ષ્યમાં મહત્ની સાહિત થઇ રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં આગમનની પૂર્વ સંધ્યાએ ગંગા સ્વરૂપ બહેનો થકી એક ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો, જે સફળ નીવડ્યો હતો. શહેરના આજવા ખાતે આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલમાં તમામ લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 13,186 મહિલાઓએ પ્રધાનમંત્રી કાર્ડના સ્ટીકર પોસ્ટર ઉપર લગાવી વિક્રમ સર્જ્યો હતો.
પ્રતિનિધિની હાજરીમાં નોંધણી – વડાપ્રધાનના આગમન પૂર્વે ગંગા સ્વરૂપ બહેનો દ્વારા હજારો સ્ટીકર લગાવ્યા બાદ તૈયાર કરાયેલા પોસ્ટરની નોંધ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓની હાજરીમાં વડોદરા મહાનગર પાલિકાને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. વડોદરાના મેયર કેયુર રોકડીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડોદરામાં વડાપ્રધાન મહિલા લાભાર્થીઓને મળવા આવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગંગા સ્વરૂપ બહેનો આયુષ્યમાન કાર્ડ કાઠી આપવાનો પ્રયોગ કરીને શહેરની 22,000 બહેનોને પ્રધાનમંત્રી કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો. આ પોસ્ટરમાં મહિલાઓ દ્વારા 13186 સ્ટીકરો લગાડવામાં આવ્યા છે, આ પહેલા ચીનનો રેકોર્ડ હતો જે 6786 નો છે. આ રેકર્ડ વડાપ્રધાનના આગમન પૂર્વે મહિલાઓ દ્વારા સ્વાગતની ભેટ સ્વરુપ લેખાવાયો હતો.