સુરત, 07 ફ્રેબુઆરી..
ફેબ્રુઆરી મહિનાની 14 તારીખે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 તારીખથી થઈ જાય છે. સાતેય દિવસને જુદા જુદા હેતુથી ઉજવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. સાત દિવસને પ્રેમના સાત પડાવ કે તબક્કા તરીકે ઉજવણી થાય છે. પહેલા દિવસે જે વ્યક્તિને પ્રેમ કરતા હોય તેને રોઝ આપવામાં આવે છે. રોઝના દરેક રંગ પાછળ એક અલગ ફીલિંગ છુપાયેલી હોય છે. ગુલાબ આપતા પહેલા ખુબ જરૂરી છે કે ગુલાબના જુદા જુદા રંગ અને તેના મતલબ વિશે જાણી લેવું.

રેડ રોઝ
લાલ ગુલાબ ગ્રીક દેવી એફ્રોડાઈટ સાથે જોડાયેલ છે. જયારે તેનો પ્રેમી એડોનિસ ઘાયલ થયો ત્યારે તેની પાસે જતા રોઝના કાંટા તેના પગમાં વાગી ગયા હતા. લોહીના કારણે રોઝનો રંગ લાલ થઈ ગયો હતો. જેના કારણે રેડ રોઝને ગાઢ પ્રેમનો પ્રતીક માનવામાં આવે છે. તમે કોઈને ખુબ પ્રેમ છો અને તેની સામે તમારો પ્રેમ બતાવવા માંગો છો તો તેને આ રેડ રોઝ આપો. આ સિવાય પહેલીવાર કોઈ સામે તમારા દિલની વાત રજુ કરતા હોવ તો પણ રેડ રોઝ લઈને જજો.
પિંક રોઝ
જો કોઈ તમારા ખુબ સારા મિત્ર છે તો તમે આ દિવસે તેને પિંક રોઝ ગીફ્ટ કરી શકો છો. ફ્રેન્ડશીપ સિવાય આ કલરના રોઝ સામેવાળી વ્યક્તિ પ્રત્યે તમારા આકર્ષણને દર્શાવે છે. તમે કોઈને મનમાં ચાહો છો તો આ રોઝ ડે પર પિંક રોઝ આપી તમારા દિલની વાત કહેવામાં વાર ન લગાવતા.

યલો રોઝ
પીળા રંગનું ગુલાબ આપી તમે મિત્રતાની શરૂઆત કરી શકો છો. કારણ કે લવ સ્ટોરીની શરૂઆત દોસ્તીથી થાય છે. પીળું ગુલાબ સામેવાળા વ્યક્તિ પ્રત્યે તમારી કેર દર્શાવે છે.
પીચ રોઝ
તમારી લાઈફમાં તમે કોઈને થેંક યુ કહેવા માંગતા હોવ તો તેને પિચ રંગનું રોઝ આપી શકો છો. આ સિવાય તમે કોઈની સુંદરતાના વખાણ કરવા ઈચ્છતા હોવ તો પણ આ ગુલાબ આપી શકો છો.

ઓરેન્જ રોઝ
ઓરેન્જ ગુલાબ ઉત્સાહ અને પેશનનું પ્રતીક છે. જો તમે કોઈને પસંદ કરો છો તો આ રોઝ ડે પર તેને ઓરેન્જ ગુલાબ આપી પોતાની ફીલિંગ્સ દર્શાવી શકો છો.
વ્હાઈટ રોઝ
સફેદ ગુલાબ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. સફેદ ગુલાબ આપવાનો અર્થ એ છે કે તમને તેના વિશે વિચારવું સારું લાગે છે અને તેમની સાથે રહેવું ગમે છે. કોઈની માફી માંગવી હોય તો પણ સફેદ ગુલાબ આપી શકો છો.