Monday, March 27, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું…

લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું…

by Admin
March 11, 2023
in આરોગ્ય/લાઇફસ્ટાઇલ
Reading Time: 2min read
A A
લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના હૃદય,  ફેફસા,  લિવર,  કિડની અને ચક્ષુઓનું દાન,  સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું…
8
SHARES
Share on FacebookShare on Twitter

સુરત, તા. 11 ફેબ્રૂઆરી…
સુરત ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. એટલું જ નહીં પણ ડોનેટ લાઈફ દ્વારા 44માં હૃદય સહિત અંગોનું દાન કરવામાં આવ્યું છે. સુરતથી મુંબઈનું 297 કિલોમીટરનું અંતર 110 મિનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોહલાપુર મહારાષ્ટ્રના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની જશલોક હોસ્પીટલમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કાંદીવલી, મુંબઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતી.

ડોનેટ લાઈફ ના પ્રમુખ નિલેશ માડલેવાળા એ જણાવ્યું હતું કે મૃતક અને અંગદાન કરનાર મૂળસુખપુર ગામ તા. ધારી જી. અમરેલીના રહેવાસી અને હાલમાં બી-106, આદર્શનગર ૧, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત ખાતે પોતાના પરિવારજનો સાથે રહેતા વિનોદભાઈએ 8 માર્ચના રોજ રાત્રે માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. 9 માર્ચના રોજ સવારે 5:30 કલાકે તેઓ બેભાન થઇ જતા પરિવારજનોએ તેમને વિનસ હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. રોનક યાજ્ઞીક, ડૉ. આકાશ બારડ, ડૉ. ક્રિષ્ના પટેલે વિનોદભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.

વિનોદભાઈના પત્ની ગીતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમને બચવાની કોઈ શક્યતા નથી ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વિનોદભાઈના પરિવારમાં તેમની પત્ની ગીતાબેન, પુત્રો અંકિત ઉ.વ 31 અને હિરેન ઉ.વ 29 છે જેઓ, ઓનલાઈન સાડી વેચાણનો વ્યવસાય કરે છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને, લિવર સુરતની કિરણ હોસ્પીટલને, એક કિડની અમદાવાદની ઝાયડસ અને બીજી કિડની IKDRCને ફાળવવામાં આવી હતી.

હૃદયનું દાન મુંબઈની જશલોક હોસ્પિટલના ડો. ઉપેન્દ્ર ભાલેરાવ અને તેની ટીમે, ફેફસાનું દાન સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડો. મેનાનદેર અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. આદિત્ય નાણાવટી અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.

સુરતની વિનસ હોસ્પિટલથી મુંબઈનું 297 કિલોમીટરનું અંતર 110 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોહલાપુર, મહારાષ્ટ્રના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની જશલોક હોસ્પીટલમાં ડૉ. હેમંત પથારે અને તેમની ટીમ દ્વારા તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કાંદીવલી, મુંબઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વ્યારાની રહેવાસી 49 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ ચોબલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 69 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની રહેવાસી 32 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે.

હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. કિડની અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 90 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. આ પુણ્યકર્મમાં હંમેશા સહકારરૂપ બનવા બદલ સુરત પોલીસનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ ચુમ્માળીસમી અને ફેફસાના દાન કરાવવાની ચૌદમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસા દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયાઅને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં વિનોદભાઈના પત્ની ગીતાબેન, પુત્રો અંકિત અને હિરેન, સાળા રાજેશભાઈ અને હિતેશભાઈ, ભાઈ કાળુભાઈ, વેકરીયા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળા, ડો. રાકેશ ભરોડીયા, ન્યુરોસર્જન ડૉ. હરીન મોદી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. રોનક યાજ્ઞીક, ડૉ. પ્રેક્ષા ગોયલ, ડૉ. આકાશ બારડ, ડૉ. ક્રિષ્ના પટેલ, મેડિકલ ઓફિસર ડો. પાયલ પાટીલ, ડો. કાનન ઉપાધ્યાય, RMO વિરેન પટેલ, વિનસ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, CEO નીરવ માંડલેવાળા, કરણ પટેલ, મહેન્દ્રસિહ ગોહિલ, રમેશભાઈ વઘાસીયા, સ્મિત પટેલ, કૃતિક પટેલ, મેક્ષ પટેલ, જગદીશભાઈ ડુંગરાણી, દેવેશ ભરૂચા, સની પટેલ, કિરણ પટેલ, સુનીત મોદી, ઘનશ્યામ ભગત, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહિર પ્રજાપતિ, નિકસન ભટ્ટ, રોહન સોલંકી, ચિરાગ સોલંકી સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1081 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 452 કિડની, 193 લિવર, 8 પેન્ક્રીઆસ, 44 હૃદય, 28 ફેફસાં, 4 હાથ અને 352 ચક્ષુઓના દાનથી કુલ 993 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Share3Tweet2Send
Previous Post

આજે સંકષ્ટિ ચતુર્થી પર બની રહ્યો એક ખાસ યોગ, આ રીતે પૂજન અર્ચનથી ગણેશજી સાથે શનિદેવના પણ મળશે આશીર્વાદ…

Next Post

લવ જેહાદ..!! વેસુમાં રહેતો વસીમ અકરમ બન્યો વાસુ, મહેંદી આર્ટીસ્ટ પટેલ યુવતીને પ્રેમજાળમાં ફસાવી જાતીય શોષણ કર્યું…

Related Posts

ક્રિકેટના મેદાન પર વધું એક યુવાન જિંદગીની મેચ હારી ગયો..!! ઓલપાડના તરવરિયા યુવકના મોતથી આહિર સમાજમાં શોકનું મોજુ…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

ક્રિકેટના મેદાન પર વધું એક યુવાન જિંદગીની મેચ હારી ગયો..!! ઓલપાડના તરવરિયા યુવકના મોતથી આહિર સમાજમાં શોકનું મોજુ…

March 6, 2023
વડીલોનું એકલવાયાપણું દૂર કરે છે પ્રેમ-લક્ષ્મી મંદિર… આ વૃધ્ધાશ્રમ નથી વડીલ સત્કાર કેન્દ્ર છે…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

વડીલોનું એકલવાયાપણું દૂર કરે છે પ્રેમ-લક્ષ્મી મંદિર… આ વૃધ્ધાશ્રમ નથી વડીલ સત્કાર કેન્દ્ર છે…

February 24, 2023
સેક્સ : આખીર ચાહતી ક્યા હો..!?? મહિલાની કામેચ્છાનો એ કોયડો જે વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા..!!
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

સેક્સ : આખીર ચાહતી ક્યા હો..!?? મહિલાની કામેચ્છાનો એ કોયડો જે વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા..!!

February 17, 2023
શરૂ થઇ ગયું વેલેન્ટાઈન વીક..!! જાણો ગુલાબના દરેક રંગ પાછળ છુપાયેલી ફિલિંગ્સ શુ કહે છે? જાણો આખું અઠવાડિયું કંઇ રીતે કરશે સેલિબ્રેશન…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

શરૂ થઇ ગયું વેલેન્ટાઈન વીક..!! જાણો ગુલાબના દરેક રંગ પાછળ છુપાયેલી ફિલિંગ્સ શુ કહે છે? જાણો આખું અઠવાડિયું કંઇ રીતે કરશે સેલિબ્રેશન…

February 7, 2023
દેશમાં 23 ટકા યુવા ઈ-સિગારેટની ચુંગાલમાં..!! પ્રતિબંધ છતાં પાનના ગલ્લે જ છડેચોક વેચાણ, નિકોટીન સાથે કેમિકલનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખતરનાક…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

દેશમાં 23 ટકા યુવા ઈ-સિગારેટની ચુંગાલમાં..!! પ્રતિબંધ છતાં પાનના ગલ્લે જ છડેચોક વેચાણ, નિકોટીન સાથે કેમિકલનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખતરનાક…

February 7, 2023
વારંવાર તરસ લાગવી, માથું દુઃખવું… આવી છ બાબતો જણાવે છે કે આ એક વસ્તુ શરીરમાં ખતરનાક સ્તરે વધી ગઈ છે…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

વારંવાર તરસ લાગવી, માથું દુઃખવું… આવી છ બાબતો જણાવે છે કે આ એક વસ્તુ શરીરમાં ખતરનાક સ્તરે વધી ગઈ છે…

February 4, 2023
Next Post
લવ જેહાદ..!!  વેસુમાં રહેતો વસીમ અકરમ બન્યો વાસુ, મહેંદી આર્ટીસ્ટ પટેલ યુવતીને પ્રેમજાળમાં ફસાવી જાતીય શોષણ કર્યું…

લવ જેહાદ..!! વેસુમાં રહેતો વસીમ અકરમ બન્યો વાસુ, મહેંદી આર્ટીસ્ટ પટેલ યુવતીને પ્રેમજાળમાં ફસાવી જાતીય શોષણ કર્યું…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी