વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની 18 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને 29 જુલાઈથી શરૂ થનારી પાંચ મેચોની આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે T20 કે ODI સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ નહીં જાય.
કોહલી ઉપરાંત નંબર-1 ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ ટી20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. બુમરાહે ઈંગ્લેન્ડ સામેની ઓવલ વનડેમાં 19 રન આપીને 6 વિકેટ લીધી હતી. સર્જરી બાદ કેએલ રાહુલની પણ ટીમમાં વાપસી થઈ છે.
આ સિવાય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને રવિ બિશ્નોઈને તક આપવામાં આવી છે. જ્યારે રવિચંદ્રન અશ્વિનની પણ ટીમમાં વાપસી થઈ છે. આ સિવાય સ્પિનર્સ અક્ષર પટેલ અને કુલદીપ યાદવની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જોકે, કેએલ રાહુલ અને કુલદીપે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, અવનેશ ખાન. , હર્ષલ પટેલ , અર્શદીપસિંહ. જો કે કેએલ રાહુલ અને કુલદીપ યાદવનું ટીમમાં રહેવું ફિટનેસ પર નિર્ભર છે
વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણી
29 જુલાઈ, 1લી T20
1 ઓગસ્ટ, બીજી T20
2 ઓગસ્ટ, ત્રીજી T20
6 ઓગસ્ટ, ચોથી T20
7 ઓગસ્ટ, 5મી T20