સમુદ્રના પેટાળમાં અજબગજબની દુનિયા છે. માવનીય કલ્પનાથી પરે એવા આ દુનિયામાં એવા ઘણાં દુર્લભ જીવો છે કે જે આશ્ચર્યચકિત કરી દે છે. દરિયાઇ જીવસૃષ્ટિ કહો કે દુનિયા વિચિત્ર પ્રાણીઓથી ભરેલી છે, આ અજાયબીઓ જોવાની હંમેશા મજા આવે છે. કેટલાક દરિયાઈ જીવોનો સ્વભાવ એવો હોય છે કે તેને જોઇ આંખો પહોંળી થઇ જાય છે. તેને વર્ણવવા માટે શબ્દો નથી જડતાં. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક માછલી પાણીમાંથી બહાર આવતાની સાથે જ પારદર્શક બની જાય છે અને તેનો રંગ બદલી નાખે છે, જેને જોઈને નેટીઝન્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. પાણીમાંથી બહાર આવ્યા પછી માછલી પાણી જેવી એટલે કે સંપૂર્ણપણે રંગહીન બની જાય છે, જાણે તે કાચની માછલી હોય.
વીડિયોમાં જોઈ શકાય છે કે ટબમાં રાખવામાં આવેલા પાણીમાં એક માછલી તરી રહી છે, જેનો રંગ સંપૂર્ણપણે કાળો છે. એક વ્યક્તિ આ માછલીને પોતાના હાથમાં ઊંચકીને પાણીમાંથી બહાર કાઢે છે, તો જે થાય છે તે જોઈને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. પાણીમાંથી બહાર આવતાની સાથે જ માછલી એકદમ પારદર્શક બની ગઈ, જાણે કાચની બનેલી હોય. માછલી એટલી પારદર્શક લાગે છે કે તેને હાથમાં પકડેલી વ્યક્તિની આંગળીઓ પણ જોઈ શકાય છે. આ પછી, જેમ જ આ વ્યક્તિ માછલીને ફરીથી પાણીમાં છોડે છે, તે પહેલાની જેમ રંગ બદલે છે અને કાળી દેખાવા લાગે છે.
આ વીડિયોને ટ્વિટર પર 2 મિલિયન લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો તેના પર વિશ્વાસ નથી કરી શકતા અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. Cranchiidae કુટુંબમાં કાચના સ્ક્વિડની લગભગ 60 પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જેને કોકાટુ સ્ક્વિડ, ક્રેન્કચીડ, ક્રંચ સ્ક્વિડ અથવા બાથિસ્કાફોઇડ સ્ક્વિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રૅન્ચિડ સ્ક્વિડ સમગ્ર વિશ્વમાં ખુલ્લા મહાસાગરોની સપાટી અને મધ્ય પાણીની ઊંડાઈમાં જોવા મળે છે. તેમની લંબાઈ 10 cm (3.9 in) થી 3 m (9.8 ft) સુધીની છે.