મુંબઈના બિલ્ડર્સ ગ્રૃપમાં સૌથી મોટુ નામ ધરાવતા અભય લોઢા વિરુદ્ધ CID ક્રાઇમમાં મિલકત ગિરવે મુકાવી કરોડો રૂપિયાના ચિટિંગની ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસમાં પોલીસે લોઢાની ધરપકડ કરતાં રિઅલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓમાં ચકચાર મચી જવા પામી હતી. માહિતી મુજબ અભય લોઢાએ ફરિયાદીની 40 કરોડની મિલકત ગિરવે મુકાવી 38 કરોડની ઉચાપત કરી હતી. બાદમાં લોનના પૈસા પરત માંગતા આરોપીએ ફરિયાદીના એકાઉન્ટમા માત્ર 6 કરોડ પરત કર્યા. જ્યારે ફરીયાદીએ લોન બાબતે તપાસ કરાવી તો જાણવા મળ્યુ કે, લોન મંજુર જ નથી થઈ.
આરોપીઓ ફરિયાદીની મિલકત ઉપર અસુતી પ્રા.લિ.કંપનીમા પહેલા 50 કરોડની લોન મેળવેલી હતી. જે અકાઉન્ટ NPA થઈ ગયુ હતુ.મહત્વનુ છે કે, આરોપીએ બેન્કના ચેરમેન સાથે મળી ફરિયાદિને લોભ અને લાલચ આપી દસ્તાવેજો મુકાવી ગુનો આચર્યો હતો. કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરતા આરોપી અભય લોઢાની અમરેલી CID ક્રાઇમે(Crime) ધડપકડ કરી છે.
આ પહેલા પણ 63 કરોડની છેતપિંડીના આરોપમાં સ્ટીલ એન્ડ પાવર પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ સુરેન્દ્ર ચંપાલાલ લોઢા, અભય નરેન્દ્ર લોઢા, અશ્વિન નરેન્દ્ર લોઢા વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. બેંક દ્વારા CBI ને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યુ હતુ કે આ છેતરપિંડી વર્ષ 2014 અને 2016 વચ્ચે કરવામાં આવી હતી.