ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ માણી રહી છે. વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રણ મેચની વન-ડે સીરીઝની પહેલી મેચ ભારતીય ટીમે ત્રણ રનથી જીતી. પોર્ટ ઑફ સ્પેનમાં મળેલ આ જીત બાદ બધા ખેલાડી ઉત્સાહિત અને ખુશ દેખાયા. પરંતુ એક દિગ્ગજે તેમનો આ ઉત્સાહ ડબલ કરી દીધો. આ દિગ્ગજનું સ્વાગત યુઝવેન્દ્ર ચહલ, ભારતીય કેપ્ટન શિખર ધવન, વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરે કર્યુ. ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે છે. ત્રણ મેચની વન-ડે સીરીઝની પહેલી મેચ 3 રનથી જીતીને ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે.
જીત બાદ બધા ખેલાડી ઉત્સાહિત અને ખુશ દેખાયા. પરંતુ એક દિગ્ગજે તેમનો આ ઉત્સાહ ડબલ કરી દીધો. આ દિગ્ગજ વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ દિગ્ગજ બેટર બ્રાયન લારા છે. ક્રિકેટ જગતના આ દિગ્ગજે અચાનક ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી કરી. જેનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડિયોની સાથે ભારતીય બોર્ડે કેપ્શનમાં લખ્યું, જુઓ ભારતીય ટીમના રૂમમાં મુલાકાત કરવા કોણ આવી રહ્યું છે. આ દિગ્ગજ બ્રાયન ચાર્લ્સ લારા છે. કેપ્શનની સાથે બીસીસીઆઈએ તાળી પાડવાની ઈમોજી પણ લખી. એટલેકે બીસીસીઆઈએ તાળી પાડીને લારાનુ સ્વાગત કર્યુ.
વીડિયોમાં જોઇ શકો છો કે લારાનુ સ્વાગત યુઝવેન્દ્ર ચહલ, ભારતીય કેપ્ટન શિખર ધવન, વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરે કર્યુ. આની પહેલા લારાએ ભારતીય ટીમના કોચ અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ સાથે મુલાકાત પણ કરી હતી. જેની તસ્વીર પણ બીસીસીઆઈએ શેર કરી. આ ફોટોને શેર કરીને બીસીસીઆઈએ કેપ્શનમાં લખ્યું, એક ફ્રેમમાં બે દિગ્ગજો.