વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજો નંબર ધરાવતો દેશ છે. વસ્તીનો સીધો સંબંધ મેલ ફર્ટીલિટી એટલે કે પુરુષની પ્રજનન ક્ષમતાં સાથે જોડી દેવામાં આવે છે. જો કે ભારતની વસ્તી અને ભારતીય પુરુષની પ્રજનન ક્ષમતાં વચ્ચે આ સંબંધ પ્રસ્થાપિત કરવાની ઉતાવણ કરશો નહી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ દેશમાં પુરૂષ વંધ્યત્વમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે પુરુષોને પિતા બનવામાં ઘણી મુશ્કેલી આવતી હોવાનું જણાવા માંડ્યું છે. ભારતીય પુરુષોમાં ફર્ટિલીટી કહો કે પ્રજનન ક્ષમતાં ઘટવાના કારણ અંગે ઘણાં સંશોધનો, અભ્યાસ થઇ રહ્યા છે.
પુરૂષોમાં 50 વર્ષની ઉંમર પછી ફર્ટિલિટી ઘટી જાય છે, જ્યારે સ્ત્રીઓમાં ઘણીવાર 32 થી 35 વર્ષ પછી થાય છે, પરંતુ આજકાલ જોવામાં આવે છે કે પુરૂષોની પ્રજનન ક્ષમતા નાની ઉંમરમાં જ ઓછી થવા લાગી છે. ચાલો જાણીએ આ પાછળના મુખ્ય કારણો શું છે.
પુરુષોની ઓછી પ્રજનન ક્ષમતાને કારણે
- ચેપ : અસુરક્ષિત સેક્સને કારણે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STDs) દ્વારા ચેપનું જોખમ આજકાલ વધી રહ્યું છે. આવા રોગો શુક્રાણુના ઉત્પાદનને અસર કરે છે અને શુક્રાણુના માર્ગને પણ અવરોધે છે.
- એન્ટિબોડીઝ : એન્ટિ-સ્પર્મ એન્ટિબોડીઝ એ રોગપ્રતિકારક શક્તિના કોષો છે જે શુક્રાણુ માટે હાનિકારક છે, જો તે શરીરમાં બનવાનું શરૂ કરે છે, તો તે શુક્રાણુઓને ખતમ કરવાનો પ્રયાસ કરે છે.
- વેરીકોસેલ : વેરિકોસેલ એક એવી સમસ્યા છે જેમાં અંડકોષમાંથી નીકળતી નસો ફૂલવા લાગે છે, આ સ્થિતિમાં પુરુષની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે.
- રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશન : રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશન ત્યારે થાય છે જ્યારે સેક્સ દરમિયાન વીર્ય બહાર આવવાને બદલે મૂત્રાશયની અંદર જાય છે. આ પુરુષો માટે પિતા બનવામાં અવરોધો બનાવે છે.
- ગાંઠ : શરીરમાં થતી ગાંઠને કારણે પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પર ઘણી ખરાબ અસર પડે છે, કારણ કે આ અંગો પિચ્યુટરી ગ્રંથિ દ્વારા પ્રભાવિત થવા લાગે છે.