પોતાની સમસ્યા કે માંગણીઓ પ્રત્યે સંબંધિત તંત્રનું ધ્યાન ખેંચવા તથા તેના ઉકેલની લડતમાં સ્ટ્રાઇક બ્રહ્માસ્ત્ર માનવામાં આવે છે. જો કે અમેરિકાની મહિલાઓએ તેમની અસામાન્ય માંગણી સાથે સ્ટ્રાઇક પાડી જે વાત ઉપર સ્વપ્રતિબંધ લાદ્યો એ અચરજ પમાડે એવો, વિશ્વનું ધ્યાન ખેંચનારો છે. અમેરિકન મહિલાઓ પુરૂષો સાથે યૌન સંબંધ નહી બનાવવાની ધમકી આપી રહી છે. આ ‘સેક્સ સ્ટ્રાઇક’ ની વાત કરી રહી છે. જો યુએસમાં ગર્ભપાત પર આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. કોર્ટના નિર્ણય પર મહિલાઓના ગર્ભપાતના અધિકારને ખતમ કરે છે, જેથી 26 રાજ્ય ગર્ભપાત પ્રતિબંધ લગાવી શકે છે.

જ્યાં સુધી ગર્ભપાતનો અધિકાર સંઘીય કાયદો બની ન જાય ત્યાં સુધી મહિલાઓને પુરુષો સાથે સેક્સથી દૂર રહેવાનું કહી રહી છે. દેશભરમાં સેક્સ સ્ટ્રાઇકની માંગ સોશિયલ મીડિયા પર જોર પકડી રહી છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે ‘અમેરિકાની મહિલાઓ એ સંકલ્પ લે, કારણ કે અમે અનપેક્ષિત ગર્ભાવસ્થાનું જોખમ ન ઉઠાવી શકીએ. એટલા માટે અમે કોઇપણ પુરૂષ સાથે યૌન સંબંધ નહી રાખીએ, પોતાના પતિ સાથે પણ. જ્યાં સુધી ગર્ભવતી બનવા ન ઇચ્છીએ.’
SexStrike અને #abstinence થઇ રહ્યો છે ટ્રેંડ. એક બીજા યૂઝરે કહ્યું કે ‘હું ન્યૂયોર્કમાં રહું છું અને સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ છું. હું એવા લોકોને શોધી રહી છું જે સેક્સ સ્ટ્રાઇકનું સમર્થન કરી રહ્યા છે. આ અમારી તાકાત છે. ગર્ભપાતના અધિકારને સંઘીય કાયદો બનવા સુધી સેક્સ કરવાનું નથી. ટ્વિટર પર #SexStrike ની સાથે જ #abstinence પણ ટ્રેંડ કરી રહ્યું છે. એક અન્ય મહિલાઓએ દેશવ્યાપી સેક્સ સ્ટ્રાઇકની માંગ કરતાં કહ્યું કે ‘જ્યાં સુધી મહિલાઓની ગર્ભપાતના કાયદાનો હક મળી જતો નથી, ત્યાં સુધી પુરૂષો સાથે સંબંધ બાંધવાનો નથી.”

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસે એરિઝોના કેપિટલની બહારથી પ્રદર્શન કરી રહેલા લોકોને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા. જ્યારે ગર્ભપાત વિરોધી પ્રદર્શનકારીઓએ સીનેટ ભવના કાચના દરવાને ધક્કા મારવાનું શરૂ કર્યું ત્યારે અધિકારીઓએ ટીયર ગેસ છોડ્યા હતા. પ્રદર્શનના લીધે સાંસદોએ થોડા સમય માટે બિલ્ડીંગની અંદર એક ભોંયરામાં રહેવું પડ્યું.